કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને ધમકી આપનારની અમદાવાદથી ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને સોશિયલ મિડીયા પર ધમકી આપનાર વ્યક્તિને મુંબઇ પોલીસે અમદાવાદથી દબોચી લીધો છે. આરોપીનુ નામ ગિરીશ છે. થોડા સમય પહેલા એક યુઝરે પ્રિયંકાની દીકરી ઉપર બળાત્કાર ગુજારવાની ધમકી આપી હતી. પ્રિયંકાને આ ધમકી મધ્યપ્રદેશમાં ચાલી રહેલા એક બનાવટી વાઇરલ વિડીયોને લીધે મળી હતી.

પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને આ વિષેની જાણકારી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે ભગવાન રામના નામથી ટ્વિટર હેન્ડલ ચલાવીને પહેલા તો તેમના નામથી ખોટા વિડીયો પોસ્ટ કરો છો અને બાદમાં તેમની જ દીકરી ઉપર બળાત્કાર કરવાની ધમકી આપો છો. તેમણે તે પણ કહ્યુ હતુ કે જો થોડી પણ શરમ બાકી રહી હોય તો ઢાંકણીમાં પાણી લઇને ડૂબી મરવુ જોઇએ.

આ બાબતની ફરિયાદ નોંધાતા મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી હતી. એક પછી એક કડી જોડાતા ગિરીશ નામના વ્યક્તિનુ નામ સામે આવ્યુ હતુ અને ગુજરાતના અમદાવાદથી તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Share This Article