અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન પર અમુક દિવસ પહેલા હર્ષિત ચૌધરી નામના આર્મીના એક યુવકને ઝડપીને તપાસ કરતા તેણે બનાવટી નામ ધારણ કરીને મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવીને અનેક સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીની પૂછપરછમાં તપાસ કરતા તેણે Shadi.com પર હર્ષિત ચૌધરી તરીકે ઓળખ આપીને હિન્દુ યુવતીઓને ફસાવીને સાથે શારીરિક સંબધ બાંધીને નાણાં પણ પડાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કાલુપુર રેલવે સ્ટેશન પરથી પોલીસે બેગ ચોરીની આશંકાને આધારે હર્ષિત ચૌધરી નામના એક યુવકને ઝડપીને તપાસ કરતા તેની પાસે હર્ષિત ચૌધરીના નામનું આર્મીનું ઓળખ કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ તેમજ મોહમ્મદ ખાન નામના વ્યક્તિના આધાર કાર્ડ મળી આવ્યા હતા. આ અંગે શંકા જતા પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ આદરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે હર્ષિત ચૌધરીનું સાચું નામ મોહમ્મદ શેહબાઝ મુસ્તાલઅલી ખાન (રહે. મૌલાના આઝાદનગર, શાહી મસ્જિદની બાજુમાં, અલીગઢ, યુપી) છે. તેની પાસેથી મળી આવેલા બનાવટી દસ્તાવેજના આધારે પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more