પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ દેશની રાજધાની દિલ્હીમાં વિવાદિત પોસ્ટર લગાવનાર ૬ લોકો સામે પોલોીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. સાથે જ પોસ્ટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. અને ૧૦૦ કરતા વધારે લોકો પર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. વિશેષ સીપી દિપેન્દ્ર પાઠકે જણાવ્યુ હતુ કે, એક વૈનને પણ જપ્ત કરવામાં આવી છે. જેમાથી પોસસ્ટર મળી આવ્યા હતા. જે પોસ્ટર લગાવામાં આવ્યા હતા તેમા પ્રિટિંગ પ્રેસની જાણકારી આપવામાં આવી નહોતી.
દિલ્હી પોલીસે આ મામલે પ્રિટિંગ પ્રેસ અધિનિયમ એ સંપતિ અધિનિયમની કલમ અનુસરા પ્રાથિમક કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદીત પોસ્ટર લગાવાનાર ૧૦૦ સામે એફઆઇઆર દાખલ કરવામા આવી છે. આ પોસ્ટરમાં પ્રિટિગ પ્રેસની માહિતી આપવામાં આવી નથી. જો કે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે ચેકિંગ દરમિયાન એક વૈનને પણ રોકી હતી. જેમાથી અમુક વિવાદીત પોસ્ટર સીજ કરવામાં આવ્યા હતા. આ તમામ પોસ્ટર પર પ્રિટિગ પ્રેસનું નામ નહોતુ લખ્યુ. આઇપી ઇસ્ટેટ થાણામાં તહેનાત હૈડ કોન્સ્ટેબલ અમિતાબ મીણાએ એક શખ્સને પોસ્ટર લગાવતા પકડી પાડ્યો હતો. તેની ઇકો વેનમાં ૩૮ બંડલ પોસ્ટર મળી આવ્યા હતા.