જમ્મુ કાશ્મીરના પુંછમાં સેના એક ટ્રક પર ઘાત લગાવીને હુમલો કરવામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે સેનાએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે અને હવે અત્યાર સુધીમાં લગભગ ૩૦ લોકોની પુછપરછ માટે ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી છે. આ હુમલામાં સેનાના પાંચ જવાનો શહીદ થઈ ગયા હતા. સેનાના ઉતત્રી કમાનના કમાંડર લેફ્ટીનેંન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના ભાટા ધુરિયાન વિસ્તારમાં ગુરુવારે સેનાએ એક ટ્રક પર ઘાતક હુમલો કરવા માટે જવાબદાર આતંકવાદીઓ વિરુદ્ધ જરુરી કાર્યવાહી કરી હતી. તો વળી હુમલા બાદ રાષ્ટ્રીય રાજમાર્ગના જમ્મુ-પુંછ વિસ્તારને રવિવારે વાહનો માટે ખોલી દેવામાં આવ્યો હતો. સેનાના ઉત્તરી કમાને પોતાના સત્તાવાર ટિ્વટર હૈંડલ દ્વારા ઉધમપુરમાં આવેલ કમાન હોસ્પિટલમાં લેફ્ટિનેન્ટ દ્વિવેદીની મુલાકાત શેર કરી, જ્યાં તેમણે આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા જવાનો સાથે વાતચીત કરી હતી.
આ ટિ્વટની સાથે બે તસ્વીર શેર કરી હતી. સેનાના ટ્રક પર કરવામા આવેલા હુમલામાં પાંચ જવાનો શહીદ થઈ ગયા હતા, જ્યારે એક અન્ય જવાન ઘાયલ થયો હતો. હુમલાના સમયે ટ્રક ઈફ્તાર માટે નજીકના ગામમાં ખાવા-પીવાની સામગ્રી લઈને જઈ રહ્યો હતો. સેનાના ઉતરી કમાનના કમાંડરે શનિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ભાટા ધુરિયાન જંગલનો વિસ્તાર છે અને આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખાને પારથી ઘુસણખોરી કરવા માટે પ્રાથમિકતા આપતો વિસ્તાર છે, કેમ કે, આ વિસ્તાર ગાઢ જંગલો અને ગુફાઓથી ઘેરાયેલો છે અને ભૂસ્થલીય બનાવટ પણ તેને અનુકૂળ છે. દ્વિવેદીએ સીમાવર્તી વિસ્તારની સુરક્ષા અને આતંકવાદીઓને મારવા માટે ચલાવવામાં આવતા અભિયાનની સમીક્ષા કરી હતી. ઉત્તરી કમાને ટિ્વટ કરીને જણાવ્યું કે, દ્વિવેદીએ અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવામાં આવી છે. તેમણે સૈનિકોને પોતાના સંકલ્પ પર અડગ રહેવા માટે આહ્વાન કર્યું છે.