આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ દ્વારા સધર્ન કમાન્ડ પ્રિન્સિપાલ્સ મીટ – “નવ ચિંતન 2025”નું સફળતાપૂર્વક આયોજન કરાયું

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદે ગોલ્ડન કટાર ડિવિઝન, અમદાવાદના આધ્યક્ષતામાં સધર્ન કમાન્ડ પ્રિન્સિપાલ્સ મીટ – નવ ચિંતન 2025 નો 25–26 સપ્ટેમ્બર દરમિયાન સફળ આયોજન કર્યું. બે દિવસીય આ કોન્ક્લેવમાં દેશભરના આર્મી પબ્લિક સ્કૂલોના પ્રિન્સિપાલ્સ, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને AWES ના ડિરેક્ટર્સ એકત્રિત થયા અને શૈક્ષણિક સુધારણા, નીતિ અમલ તથા નવીનતા વિષયક ચર્ચાઓ કરી.

કાર્યક્રમની મુખ્ય ખાસિયત રહી મેજર જનરલ પી.આર. મુરલી (નિવૃત્ત), મેનેજિંગ ડિરેક્ટર, AWES નું સંબોધન. તેમણે શૈક્ષણિક ઉત્કર્ષ અને નવીનતા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને ફરીથી રજુ કરી. એમ.ડી.ના ઓપન ફોરમમાં પ્રિન્સિપાલ્સે 360 ડિગ્રી ટીચર એસેસમેન્ટ, ટેક્નોલોજી ઈન્ટિગ્રેશન અને વિદ્યાર્થીઓની કુશળતા વિકાસ અંગે અર્થપૂર્ણ ચર્ચાઓ કરી. મીટમાં ખાસ ધ્યાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020, ડિજિટલ ઈન્ટિગ્રેશન, સ્કિલ આધારિત શિક્ષણ અને સંપૂર્ણ વિદ્યાર્થી વિકાસ પર કેન્દ્રિત રહ્યું.

બીજા દિવસે પ્રતિનિધિઓએ APS અમદાવાદની મુલાકાત લીધી અને NEP આધારિત નવીન પ્રવૃત્તિઓનો અનુભવ કર્યો. વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી પ્રદર્શનમાં કુકિંગ આર્ટ્સ, ગાર્ડનિંગ, હેન્ડીક્રાફ્ટ્સ વગેરે પ્રોજેક્ટ્સ રજૂ થયા. APS ચેન્નાઈએ Content and Language Integrated Learning (CLIL) વિષયક સેશન આપ્યું, જે ખાસ નોંધપાત્ર રહ્યું.

કાર્યક્રમમાં લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન, AVSM, SM, ચીફ ઓફ સ્ટાફ, સધર્ન કમાન્ડ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. તેમણે દુરંદેશી નેતૃત્વ દ્વારા શિક્ષણ પરિવર્તનનું મહત્વ રેખાંકિત કર્યું.

અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો અને એક ઈન-હાઉસ સેશનમાં મળેલા પરિણામોને સુમેળમાં લાવી આગળની દિશા નક્કી કરવામાં આવી.

Share This Article