અરમાન અને અમાલ મલિકનો અમદાવાદમાં લાઈવ-ઈન કોન્સર્ટ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ: આજની યુવા પેઢી પોતાના ટેલેન્ટને લોકો સમક્ષ દર્શાવવા માટે તૈયાર છે. આપણે આજે બોલિવુડમાં અનેક યુવાં સિંગર્સને જોઇએ છીએ જે આજની યુવા પેઢી માટે પ્રેરણા પૂરી પાડે છે. અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ૭મી એપ્રિલ, ૨૦૧૮, શનિવારના રોજ કે.ભંસાલી ફિલ્મ દ્વારા સુપ્રસિદ્ધ યુવા સિંગર અરમાન મલિક અને અમાલ મલિકના લાઇવ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવેલ છે. સૌ પ્રથમ વાર બંને મલિક ભાઈઓ અમદાવાદમાં એક સાથે લાઈવ પર્ફોર્મન્સ આપશે.

શહેરના મહેમાન બનેલા સિંગર અરમાન મલિકે આગામી ૭મી એપ્રિલે આયોજીત પોતાના લાઇવ શો વિશે ચર્ચા કરી હતી. ઉપરાંત તેમણે પોતાના અંગત જીવનની અનેક રસપ્રદ વાતો પણ રજૂ કરી. તેમણે પોતાની સફળતા વિશે તેમજ સંગીત પ્રત્યેના પોતાના અવિરત જુસ્સા વિશે પણ વાતચીત કરી હતી.

અરમાન મલિકે જણાવ્યું કે, “આ પ્રથમ વાર છે કે અમદાવાદમાં હું અને અમાલ સાથે પર્ફોમ કરી રહ્યા છીએ. હું અમદાવાદમાં મારા ચાહકો સાથે વધારે જોડાયેલ છું. આ શહેર મારાં દિલમાં વસે છે, અમદાવાદથી મને જે પ્રેમ મળ્યો છે તે બેજોડ છે. આ મારા માટે ગર્વની વાત હશે કે હું અમદાવાદને ફરીથીમનોરંજિત કરીશ, પરંતુ આ વખતે હું મારા ભાઈ અમાલ સાથે પર્ફોર્મ કરીશ.”

અરમાન મલિક અને અમાલ મલિકે ઘણાં ગીતો પર ક્રમશઃ ગાયક અને સંગીતકારના રૂપમાં એક સાથે મળીને કામ કર્યું છે અને ઘણાં પુરસ્કારો પોતાના નામે કર્યા છે અને વિશાળ પ્રશંસક વર્ગ મેળવ્યો છે. એમના ગીતો ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિશ્વમાં પણ પ્રખ્યાત છે.

આજે દેશભરમાં અરમાન મલિકના ઘણાં યુથ ફોલોવર્સ છે. તો ૭મી એપ્રિલ, ૨૦૧૮, શનિવારના રોજ આપના મનપસંદ સિંગર અરમાન મલિકને લાઇવ પર્ફોર્મ કરતા નિહાળવાની આ તક ચૂકશો નહિ.

Share This Article