કરોડની સંપત્તિનો માલિક છે અર્જુન તેંડુલ, ક્યાંથી કરે છે આટલી કમાણી, કોણ છે તેની મંગેતર?

Rudra
By Rudra 3 Min Read

Arjun Tendulkar Networth: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના ઘરે લગ્નની શરણાઈ વાગવાની તૈયારીમાં છે. તેના દિકરા અર્જુન તેંડુલકરની સગાઈ સાનિયા ચંડોક (Arjun Tendulkar engaged with Saaniya Chandok) સાથે થઈ ચૂકી છે. અર્જુન તેંડુકલકર ક્રિકેટ પ્લેયર છે અને જો તેની નેટવર્થની વાત કરવામાં આવે તો, તે આશરે ૨૧ કરોડની સંપત્તિનો માલિક છે. જેમાં મોટાભાગની કમાણી ક્રિકેટના તમામ ફોર્મેટથી થાય છે.

૨૪ સપ્ટેમ્બર ૧૯૯૯માં જન્મેલા અર્જુન તેંડુલકર પોતાના પિતાની જેમ ક્રિકેટ સાથે સંબંધ ધરાવે છે અને ઘરેલુ ક્રિકેટથી લઈને ઇન્ડિયન પ્રીમિયમ લીગ સુધી રમે છે. તે ડાબા હાથનો ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે, અને ઘરેલુ ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે, તે ૨૦૨૧થી આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે. સ્પોર્ટ્સકીડા અનુસાર, તેની કુલ નેટવર્થ આશરે ૨૧ કરોડ રૂપિયા છે.

જો કે, અર્જુન તેંડુલકરને હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સામેલ થવાની તક મળી નથી, પરંતુ ગોવા માટે રણજી ટ્રોફી રમતા તેને વર્ષ ૨૦૨૧માં જ આઈપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં રાખવામાં આવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો પહેલીવાર જ્યારે ૨૦૨૧માં સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેને ઓક્શન દરમિયાન ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની કિંમત વધી વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધીમાં દર વર્ષે તેને ૩૦ લાખ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો.

ગત પાંચ આઈપીએલ સિઝનમાં તેણે કુલ ૧.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે તેની કુલ નેટવર્થનો સૌથી મોટો ભાગ પણ ક્રિકેટથી થતી કમાણીમાંથી આવે છે. જેમાં ડોમેસ્ટિક અને આઈપીએલની આવક સામેલ છે. તેની કુલ વાર્ષિક કમાણીમાં આશરે ૮૦ ટકામાં ક્રિકેટની આવક છે. કેમ કે હજુ કરિયરમી શરૂઆતમાં તે કોઈ બ્રાન્ડ સાથે જોડાયો નથી.

અર્જુન તેંડુલકર પોતાના કુટુંબ સાથે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આવેલા 19-A Perry Cross Road બંગલામાં રહે છે. અર્જુન તેંડુલકર કારનો શોખીન છે અને તેના અને પિતા સચિન તેંડુલકરના કલેક્સનમાં લક્ઝરી કારનો કાફલો છે. રિપોર્ટ અનુસાર, અર્જુન અને સચિન પાસે કેરન્સ, પોર્શ કાયેન, બીએમડબ્લ્યૂ i8, નિશાન GTR, ફરારી 360 મોડેના, મર્સિડીઝ, એએમજી c36 સહિત અન્ય મોંઘી કાર છે.

અર્જુન તેંડુલકરની સગાઈ સાનિયા ચંડોક સાથે મુંબઈમાં થઈ છે, જે દિગ્ગજ બિઝનેસમેન રવિ ઘઈની પૌત્રી છે. સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી, જેમાં બંને પક્ષો અને નજીકના મિત્રો અને પારિવારિક સભ્યો હાજર રહ્યાં હતા. સાનિયાના પરિવારના બિઝનેસની વાત કરીએ તો, હોટલથી લઈને આઈસક્રીમના બિઝનેસ સુધી ફેલાયેલો છે. આ તમામ બિઝનેસ ગ્રેસિવ ગ્રુપઅંતર્ગત સંચાલિત કરવામાંં આવે છે.

Share This Article