અર્જુન રામપાલ લેશે છુટાછેડા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડનો હેડંસમ હંક અર્જુન રામપાલ, અને તેની પત્ની મેહર 20 વર્ષ બાદ હવે અલગ થઇ જશે. બંને ટૂંક સમયમાં જ છૂટાછેડા લેશે. આ ન્યૂઝ બંનેના ફેન્સ માટે આઘાતજનક છે. અર્જુન અને તેની પ્રોડ્યુસર પત્ની મેહરે મ્યૂચ્યુઅલ નિર્ણયથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.

બંનેએ જણાવ્યુ હતુ કે, 20 વર્ષની સુંદર જર્નીનો અંત લાવવા જઇ રહ્યા છીએ. હવે બંને અલગ અલગ રસ્તા પર જઇ રહ્યાં છીએ. હવે સમય આવી ગયો છે કે બંનેના ડેસ્ટીનેશન અલગ અલગ થઇ જાય.

અર્જુન રામપાલ અને મેહરને બે દીકરીઓ છે જેમના નામ માયરા અને માહિકા છે. અર્જુન રામપાલે 1998માં મેહર સાથે લગ્ન કર્યા હતા. તેમનું સુખી લગ્નજીવન 20 વર્ષ સુધી ચાલ્યુ અને હવે તેઓ જુદા થવા જઇ રહ્યાં છે.

અર્જુન રામપાલ અને મેહર ઓફિશિયલી લીગલી અલગ થઇ રહ્યાં છે કે, ફક્ત અલગ અલગ રહેશે તેની જાણ હજૂ કરવામાં આવી નથી. બંને તેમની દીકરીઓને ખૂબ પ્રેમ કરે છે. હવે બંને દીકરીઓ કોની સાથે રહેશે તે પણ હજૂ કહેવામાં નથી આવ્યુ. 20 વર્ષના લગ્નજીવનનો સુંદર રીતે અંત લાવી દીધો. હવે બંને જીવનમાં શું કરશે તે સમય આવે જ ખબર પડશે.

Share This Article