અર્જુન કપુર તેમજ મલાઇકા સાથે મળી આવાસ ખરીદશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

 

મુંબઇ :  અર્જુન કપુર અને મલાઇકા અરોરા ખાન છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં છે તે બાબત તો કેટલીક વખત જાહેર થઇ ચુકી છે. જા કે હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે આ બંને સાથે રહેવા માટે તૈયારી કરી ચુક્યા છે. હાલમાં કેટલાક ઇવેન્ટસમાં બંને સાથે નજરે પડ્યા હતા. જેના લીધે બંને વચ્ચે સંબંધને લઇને વધુ ચર્ચા છેડાઇ ગઇ હતી. હવે નવેસરના અહેવાલ પણ વિશ્વાસ કરવામાં આવે તો આ બંને લોખંડવાળા નજીક એક સોસાયટીમાં એક ફ્લેટની ખરીદી કરી ચુક્યા છે. એમ કહેવામાં આવે છે કે બંનેએ સાથે મળીને ફ્લેટમાં નાણાં લગાવ્યા છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ફ્લેટમાં હાલમાં ઇન્ટેરિયરનુ કામ ચાલી રહ્યુ છે.

ઇન્ટેરિયર કામ પર બંને ચાંપતી નજર પણરાખી રહ્યા છે. તમામ લોકો એ બાબતથી તો સંપૂર્ણ પણે વાકેફ છે કે બંને એકબીજાની સાથે લાંબા સમયથી સમય ગાળી રહ્યા છે. જા કે હજુ સુધી આ બાબત નક્કી થઇ શકી નથી કે બંને સાથે ક્યારે આ ફ્લેટમાં રહેવા માટે જતા રહેશે. થોડાક સમય પહેલા જ કરણ જાહરના લોકપ્રિય ચેટ શો કોફી વિથ ધ કરણમાં અર્જુન કપુરે કબુલાત કરી હતી કે તે હવે સિંગલ નથી. અરબાજ ખાન સાથે સંબંધ તુટી ગયા બાદથી મલાઇકા અરોરા ખાન અને અર્જુન કપુર એકબીજાની નજીક આવ્યા છે.

મલાઇકાને આજે પણ સૌથી હોટસ્ટાર પૈકી એક તરીકે ગણવામાં આવે છે. ફિટનેસ અને સ્લીમ બોડીને લઇને તે હમેંશા ચર્ચામાં રહે છે. અર્જુન કપુર હાલમાં સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક છે. મલાઇકા બોલિવુડમાં ખુબ ઓછી ફિલ્મો કરી રહી છે પરંતુ તે સોશિયલ મિડિયામાં સૌથી ચર્ચામાં રહે છે. તે પોતાના બોલ્ડ ફોટોના કારણે પણ ચર્ચામાં રહે છે. ફ્લેટની ખરીદીને લઇને હજુ સુધી અર્જુન કપુર અને મલાઇકા તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.  મલાઇકા અરોરા ખાન ફિલ્મને લઇને પણ ખુશ છે.

 

 

Share This Article