અર્જુન કપુર અને પરિણિતી પોતાની ફિલ્મને લઇને ખુશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : અર્જુન કપુર અને પરિણિતી ચોપડાની  ફરી એકવાર ટુંક સમયમાં જ સાથે નજરે પડનાર છે. દિબાન્કર બેનર્જીની ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મમાં આ જોડી નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ફિલ્મ હવે પોસ્ટ પ્રોડક્શન દોરમાં છે. પહેલા આ  ફિલ્મને ફેબ્રુઆરીમાં રજૂ કરવાની યોજના હતી. જા કે આ યોજના હાલમાં ટાળી દેવામાં આવી છે. આ જોડી સાત  વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર સાથે નજરે પડનાર છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ આ બન્ને આ વખત દિબાકર બેનર્જીની એક્શન-રોમાન્સ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.  સાત વર્ષ અગાઉ અર્જુન કપુરને ફિલ્મ ઇશ્કજાદેમાં તેની ભૂમિકા બદલ ભારે પ્રશંસા મળી હતી. આ એક્શન ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. ફિલ્મમાં પરિણિતી ચોપડાને પણ કેટલાક એવોર્ડ મળ્યા હતા. છેલ્લા છ મહિનાથી ફિલ્મ પાઇપલાઇનમાં હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દિબાકરે અર્જુન કપુર સાથે વાતચીત કરી હતી. બન્નેની વચ્ચે ફિલ્મની પટકથાને લઇને વાતચીત થઇ હતી. અર્જુન કપુરને પ્રથમ વખતમાં જ ફિલ્મની પટકથા પસંદ પડી હતી.

ત્યારબાદ તરત જ અર્જુન કપુર અને દિબાકર વચ્ચે ફિલ્મને લઇને તમામ વાત થઇ હતી.  ફિલ્મમાં અર્જુન કપુર હરિયાણાના પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરી રહ્યો છે.  તમામ લોકો સારી રીતે જાણે છે કે અર્જુન કપુર અને પરિણિતી વચ્ચે વર્ષોથી ખુબ સારી મિત્રતા પણ રહી છે. અર્જુન કપુર અને પરિણિતી હાલમાં નમસ્તે લંડન નામની ફિલ્મમાં પણ દેખાયા હતા. જા કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ઇશ્કજાદે ફિલ્મમાં તેમની જોડીને ચાહકો પસંદ કરી ચુક્યા છે. હવે નવી ફિલ્મનો ઇન્તજાર છે.

Share This Article