શું લંડનથી પરત આવી રહ્યા છે ઇરફાન ?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડ અભિનેતા ઇરફાન ખાનને ન્યૂરોએન્ડ્રોક્રાઇન ટ્યૂમર હોવાની વાત તેમણે ટ્વિટર દ્વારા જણાવી હતી. તે લંડનમાં રહીને તેમની આ બિમારીનો ઇલાજ કરાવશે તેવુ પણ જણાવ્યુ હતુ. બે મહિના પહેલા કરેલી આ ટ્વિટ બાદ ઇરફાન ખાન જાણે ગાયબ જ થઇ ગયા હતા.

તેમની ફિલ્મ કારવાના પ્રમોશનને લઇને હાલમાં જ ઇરફાને એક ટ્વિટ કરી છે, જેને જોઇને દરેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. શું ઇરફાન ખાનની હાલત સુધારા પર છે અને તે ભારત પરત આવી રહ્યા છે. તેવી અફવાએ જોર પકડ્યુ છે કે ઇરફાન હવે ભારત પાછા આવી રહ્યા છે.

ઇરફાનની છેલ્લી ફિલ્મ બ્લેકમેઇલ હતી. બ્લેકમેઇલના પ્રમોશન વખતે ઇરફાનને પોતાની બિમારી વિશે જાણ થતા તે ઇલાજ કરાવવા માટે લંડન જતા રહ્યા હતા. તેના લીધે તે પ્રમોશન નહોતા કરી શક્યા. ઇરફાનની વાપસીનો દરેક લોકો આતુરતાથી  રાહ જોઇ રહ્યા છે. તે થોડા સમય માટે ભારત આવી શકે છે અને પાછા લંડન જઇને ઇલાજ પૂર્ણ કરાવશે.

ટ્વિટ જોઇને બધા સ્તબ્ધ હતા, હવે ઇરફાન ખાન જલ્દી સાજા થઇને પાછા ફરે તેવી સર્વે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ઇરફાનની આગામી ફિલ્મ ‘કારવા’ એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મથી સાઉથ ઇન્ડિયન સ્ટાર સલમાન પોતાના બોલિવુડ કરિયર માટે ડેબ્યુ કરશે.

Share This Article