એપલ દ્વારા મેકબૂક અને મેક યુઝર્સ માટે 2018ના વર્ષની નવી ઓપરેટિંગ સિસ્ટમ મોહાવે (MOJAVE) 4 તારીખે wwdc દરમિયાન લોન્ચ કરવા માં આવી હતી. આ ઓપરતનગ સિસ્ટમ માં અનેક નવા ફીચર ઉમેરવા માં આવ્યા હતા અને તેનો ઉપયોગ વધુ પ્રોડક્ટિવ બની શકે તે માટે નવી એપ્લિકેશન્સ પણ લોન્ચ કરવામાં આવી હતી. તો ચાલો જોઈએ શું નવું છે આ 2018ની આધુનિક મેક ઓ એસ મહાવે ની અંદર…
1. ડાર્ક મોડ

હવે તમે જુના એપલ મેકબુકની અંદર ડાર્ક મોડ મૂકી વધારે બેટરી લાઈફ મેળવી શકશો તથા આંખો અને વિઝન ઉપર સોફ્ટ રહે તેવી બેકગ્રાઉન્ડ લાઇટ્સ દ્વારા તમે લાંબા સમય સુધી તેની ઉપર કાર્ય કરી શકો છે. આ મોડ સાથે ડાયનામિક સ્ક્રીન તથા ડાર્ક ગ્રે અને બ્લેક ઇન્ટરફેસ પણ ગોઠવવામાં આવ્યો છે જે ખરેખર જોવાલાયક છે.
2. ફોલ્ડર મેનેજમેન્ટ

હવે હોમ સ્ક્રીનને વધારે સક્ષમ બનાવવા બધાજ ફોલ્ડર ને તમે એક આઇકોનમાં ક્લિક દ્વારા ઓપન થાય તેવી રેતી ગોઠવી શકો છે. તેનાથી તમે જોઈતી ફાઈલ કે ફોલ્ડર ઝડપી મેળવી શકશો અને તમારું ડેસ્કટોપ ક્લટર પણ નહિ લાગે।
3. એડિટ ઓન પ્રિવ્યુ

હવે તમે ફાઈલને ખોલ્યા વગરજ તેને એડિટ કરી શકશો , એટલુંજ નહિ તમે સ્ક્રીનશોટ લઇ અને તેમાં લખાણ કે આકાર અથવા તો અન્ડરલાઇન પણ કરી શકશો, આ ફીચર પ્રિવ્યુ એપ્લિકેશન માટે બનાવવા માં આવ્યું છે. તમે ફોટો કે ફાઈલ ઉપર પોઇન્ટર રાખી અને સ્પેસ બાર દબાવશો તો આ ફીચર આપોઆપ સક્રિય થઇ જશે. જે સમય અને પ્રોસેસને ટૂંકાવી નાખે છે.
4. મળતી ચેટ ફેસટાઈમ

એપલ નો જાણીતો વિડીયો ચેટ જે ફેસટાઈમ તરીકે ઓળખાય છે તેને હવે મલ્ટીયુઝર કરી નાખવામાં આવ્યો છે. હવે તેમાં ફક્ત બે જ નહિ પરંતુ 32 જેટલા યુઝર એક સાથે ઓનલાઇન થઇ અને વિડીયો ટોક કરી શકશે અને તે પણ કોઈજ જાતના સબ્સ્ક્રિપશન વગર.
5. નોટ્સ ફોટો
હવે તમે નોટ એપ્લિકેશન દ્વારા તમારા આઈ ફોન સાથે કન્નેક્ટ રહી અને તેના દ્વારા કોઈપણ ડોક્યુમેન્ટ સ્કેન કે ફોટો પાડી અને કમ્પ્યુટર ઉપર લઇ શકશો। આ ફીચર સમય બચાવવા અને ઝડપી ફાઈલ મેનેજમેન્ટ માં ખુબજ ઉપયોગી છે.
આ ઉપરાંત વોઇસ મેમો, ન્યુઝ, હોમ સિક્યુરિટી જેવી બીજી બધી મોબાઇલ એપ્લિકેશન પણ હવે મેક ઓ એસ મહાવે માં તમે યુઝ કરી શકશો। આ હતા અમુક મુખ્ય ફીચર, વધુ ફીચર સાથે તેનો સંપૂર્ણ રીવ્યુ માટે વાંચતા રહો ખબરપત્રી ડોટ કોમ.
