હોમ ઓટોમેશન ની અંદર ભારત માં ફક્ત એમેઝોન ઈકો અને અમુક લોકલ પ્રોડક્ટ પ્રચલિત હતી. પરંતુ હવે તેને હરીફાઈ આપવા હવે માર્કેટ માં એપલ પોતાનો બહુચર્ચિત પ્રોડક્ટ હોમપોડ જે WWDC 2017 માં લોન્ચ થયો હતો તેને લાવી રહી છે. તેને ભારત માં પ્રીમિયમ હોમ ઓટોમેશન ડિવાઇસ તરીકે જોવા માં આવે છે. બીજા પ્રોડક્ટ ની સાપેક્ષ માં એપલ હોમ પોડ ની કીમાં બે થી ત્રણ ગણી વધારે હોવા છતાં એપલ ને આશા છે કે તેઓને ગ્રાહક વર્ગ મળી રહેશે
કિંમત:
એમેઝોન હોમ ઓટોમેશન Rs. 4000 થી Rs 11000
ગુગલ હોમ ઓટોમેશન Rs. 8500
એપલ હોમ ઓટોમેશન Rs. 23500 – Rs. 25000
ક્વોલિટી અને ફીચર્સ:
હોમપોડ માં એપલ ને એ 8 ચિપ વાપરવામાં આવી છે, તે એપલ મ્યુઝિક અને બાકીની એપ્લિકેશન સાથે સિન્ક્રોનાઈઝ થઇ અને વોઇસ કમાન્ડ અને આઈફોન દ્વારા ઓપરેટ થઇ શકે છે. તેને ટચ ઓપરેટ કરી શકાય છે અને એપલ વોઇસ આસિસ્ટન્સ સિરી પણ એક્ટિવેટ કરી શકાય છે.
એપલ હોમપોડ માં સાઉન્ડ ક્વોલિટી ખુબજ સરસ છે તથા ઇનપુટ સાઉન્ડ માટે ની સેન્સિંગ સિસ્ટમ પણ સચોટ છે. તેનું વજન પણ બાકી ની હોમ ઓટોમેશન સિસ્ટમ કરતા વધારે છે જે તેને બેઝ વખતે વાઈબ્રેટ થતું અટકાવે છે. એકંદરે ક્વોલિટી અને ફિનિશિંગ માં એપલે તેની પકડ જાળવી રાખી છે પરંતુ તેના સામે આપવી પડતી કિંમત પ્રમાણ માં ખુબજ વધારે છે.