જુદા જુદા પ્રકારના પોષક તત્વો ધરાવતાં ફ્રૂટ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી રહે છે. હવે ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સફરજન હાર્ટ સાથે સંબંધિત તકલીફોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હાર્ટના આરોગ્યને જાળવી રાખવામાં તે ઉપયોગી છે. કાર્દિયો હેલ્થ સાથે સફરજનના સીધા સંબંધો રહેલા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટન ઓસ્ટ્રેલિયામાં ફાર્મા કોલોજીમાં તબીબી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સફરજનમાં ઘણા પોષક તત્વો રહેલા છે. નાઈટ્રીક ઓક્સાઈડ (એનઓ) ઉત્પાદન પર સફરજનની અસરમાં અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. આ તમામ પ્રકારના પોષક તત્વો હાર્ટ માટે ઉપયોગી સાબિત થાય છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડોથેલિયમના નાઈટ્રીક ઓક્સાઈડ ઉત્પાદન કરવામાં તથા બ્લડ વિસલ સાથે સંબંધ રહેલા છે. વિટામીન પી અને સીલટ્રીન તરીકે જાણીતા ફ્લેવોનોઈડ સફરજનના સ્કીન ઉપર અસરમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. નાઈટ્રી ઓક્સાઈડ નજીકના સ્નાયુઓને આરામદાયક સ્થિતિમાં રાખવામાં તથા તેમને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવે છે. આરામના પરિણામ સ્વરૂપે બ્લડ વિસલના કારણે લોહીના પ્રવાહમાં સ્થિરતા જળવાય છે.
શ્રેણીબદ્ધ ટેસ્ટ કરી ચૂકેલા આરોગ્ય સાથે સંકળાયેલા નિષ્ણાંતોને આવરી લઈને અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અભ્યાસના ભાગરૂપે દિવસ બ્લેકફાસ્ટમાં સફરજન અને લંચમાં પણ સફરજનની સાથે નાળિયેર આપવાની વાત થઈ હતી. પરિણામ દર્શાવે છે કે ફ્લેઓ નોઈડથી ભરપૂર સફરજન નાઈટ્રીક ઓક્સાઈડમાં સુધારો કરે છે. ને સાથે સાથે ઇન્ડોથેલિયરની કામગીરીમાં સુધારો કરે છે. કાર્ડિયોવેસ્કુલર હેલ્થ ઉપર અસર કરનાર ફેક્ટરને પ્રભાવિત કરવામાં સફરજન ઉપયોગી છે.