મોબાઈલ ફોન લીડર એપલે માંગી માફી, સોફ્ટવેર આપડેટ દ્વારા જુના આઈફોનને ધીરા પડી જતા હતા .
ગુરુવાર રાત્રી દરમિયાન એપલ તરફથી જુના આઈફોન સ્લો થવા બાદલ ગ્રાહકોની માફી માંગવામાં આવી હતી, તેઓના રિસર્ચ મુજબ જેમ બેટરી જૂની થાય છે તેમ તેની કેપિસિટી ઘટવા થી ફોનના અપડેટેડ સોફ્ટવેરને પૂરતો સપોર્ટ નથી મળતો અને પરિણામ સ્વરૂપે જયારે ગયા વર્ષે ૧૦.૨.૧ અપડેટ રિલીઝ સમયે ઘણા ફોન ધીરા પડી ગયા હતા. આ કારણ અને તેની જાણ સોફ્ટવેર અપડેટ દરમિયાન કે પૂર્વે નોટિસ સ્વરૂપે ગ્રાહકોને કરવામાં આવી નહોતી.
૨૦૧૭ ની શરૂઆતમાં જ એપલે પોતાની પ્રોડક્ટ લાઈફ સાઇકલને ૩ વર્ષની જાહેર કરી હતી અને કહ્યું હતું કે તેના લેપટોપ અને બીજા બધા પ્રોડક્ટ ૩ વર્ષ સુધી ઉત્તમ પરફોર્મન્સ આપશે અને પછી પરફોર્મન્સ ઘટવાની શરૂઆત થઇ જતી હોય છે.
જયારે આઈફોન ૧૦ જેવા ફોન તેની ઉંચી કિંમત અને ક્વોલિટીને લઇને ચર્ચામાં છે, ત્યારે આવા સોફ્ટવેર અને સ્પીડના સમાચાર માધ્યમ વર્ગના ગ્રાહકોને ફોન ખરીદતા પહેલા વિચાર કરવા માટે મજબુર કરી દે છે.