આવકવેરા મુક્તિ મર્યાદા ૫ લાખ કરવા માટેની અપીલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : સામાન્ય બજેટ તૈયાર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે ત્યારે જુદા જુદા વર્ગો તરફથી પોતપોતાની માંગ પણ આવવા લાગી ગઇ છે. હવે ઉદ્યોગજગત દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદાને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવે. બજેટ સાથે જાડાયેલા સુચના અને ચર્ચા માટે કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન ૧૧મી જુનના દિવસે એટલે કે આવતીકાલથી ૨૩મી જુન વચ્ચે અર્થશાસ્ત્રીઓ, નાણાંકીય સંસ્થાઓ અને ઉદ્યોગ મંડળની સાથે વાતચીત કરનાર છે. બેંક અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવનાર છે.

કરવેરામાં છુટછાટ અને અન્ય રાહતોને વધારી દેવા માટેની રજૂઆત કરવામાં આવી ચૂકી છે. ઉદ્યોગ  સંગઠન સીઆઇઆઇ અને એસોચેમે સરકારને વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદાને પાંચ લાખ રૂપિયા કરવાની માંગ કરી છે. જે હાલમાં ૨.૫૦ લાખ છે. સાથે સાથે માનક છુટછાટને વધારીને એક લાખ રૂપિયા વાર્ષિક કરવા માટેની પણ માંગ કરી છે. એસોચેમે કહ્યુ છે કે ૪૦ હજાર રૂપિયાની માનક છુટછાટથી પગારદાર વર્ગને કોઇ મોટી રાહત મળી રહી નથી.

પગારદાર વર્ગને બજેટમાં કેટલીક રાહત આપવા માટેની તૈયારી શરૂ થઇ હોવાનો જાણકાર લોકો અભિપ્રાય આપી રહ્યા છે. દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. હવે સતત બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરનાર છે.સીતારામન પ્રથમ બજેટ રજૂ કરવાને લઇને ઉત્સુક છે.

Share This Article