અમદાવાદ: અપોલો હોસ્પિટલ્સે અમદાવાદમાં તેનું પ્રથમ ‘હેન્ડ ક્લિનિક’ શરૂ કર્યું છે, જે હાથને લગતી તમામ સમસ્યાઓ માટે મલ્ટિડિસિપ્લિનરી સંભાળ પ્રદાન કરશે. આ નવીન ક્લિનિકમાં હાથને લગતી વિવિધ સમસ્યાઓ માટે પ્લાસ્ટિક સર્જન, ઓર્થોપેડિક સર્જન, રુમેટોલોજિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ સહિતના નિષ્ણાતોની ટીમ ઉપલબ્ધ રહેશે.
નાના બાળકોમાં જન્મજાત વિસંગતતા જેવી કે જોડાયેલી આંગળીઓ અથવા તો જન્મ સમયથી જ ખોળખાપણ, પુક્તવયના લોકોમાં થતી ઇજા અને વૃદ્ધોમાં જોવા મળતી આર્થરાઇટિસની બિમારી સહિત તમામ ઉંમરના દર્દીઓની વિવિધ સમસ્યાઓમાં અપોલો હેન્ડ ક્લિનિક ઉત્તમ સારવાર પ્રદાન કરે છે.
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડૉ અનિકેત દવેએ જણાવ્યું હતું કે, “આ હેન્ડ ક્લિનિક અમદાવાદનું પ્રથમ ક્લિનિક છે, જે હાથ સંબંધિત તમામ તબીબી સમસ્યાઓ માટે સર્વગ્રાહી સંભાળ આપવા પ્રતિબદ્ધ છે. અમારી ટીમનો ઉદ્દેશ દરેક દર્દીને વ્યક્તિગત સંભાળ સાથે સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ પ્રદાન કરવાનો છે.”
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના સિનિયર કન્સલ્ટન્ટ, રુમેટોલોજી ડૉ વિષ્ણુ શર્માએ જણાવ્યું હતું કે, “આ અગ્રણી હેન્ડ ક્લિનિકનું લોન્ચિંગ સર્વગ્રાહી સંભાળને પહોંચાડવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારી મલ્ટિડિસિપ્લિનરી ટીમ સુનિશ્ચિત કરશે કે દરેક દર્દીને વ્યક્તિગત સારવાર મળે.”
ગાંધીનગરના ભાટમાં સ્થિત અપોલો હોસ્પિટલ્સના હેન્ડ ક્લિનિકમાં હાથની જટીલ ઇજાઓ, લાંબાગાળાની સમસ્યાઓમાં સારવાર સાથે, દર્દીઓ તેમના હાથની શ્રેષ્ઠ કાર્યક્ષમતા અને ગતિશીલતા પુનઃપ્રાપ્ત કરી શકે તેની ખાતરી કરીને પુનર્વસન પર પણ ધ્યાન કેન્દ્રિત કર છે.
હેન્ડ ક્લિનિકના અન્ય નિષ્ણાતોમાં કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક ડૉ. નીલ રોહરા અને કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડૉ પ્રત્યુષા પ્રિયદર્શિની પણ શામેલ છે.