અમદાવાદ : અપોલો કેન્સર સેન્ટર્સ (ACCs), કેન્સરની અદ્યતન સંભાળમાં અગ્રણી છે, ફેફસાના કેન્સરની વહેલી તપાસ માટે ભારતનો પ્રથમ લંગલાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલનો હેતુ ફેફસાના કેન્સર સામે લડવાનો છે, જે ભારતમાં થતા કેન્સરના 5.9% અને કેન્સર સંબંધિત મૃત્યુમાં 8.1% હિસ્સો ધરાવે છે. પ્રારંભિક તપાસથી વધુ સારી સારવારના પરિણામોમાં પ્રાપ્ત કરી અને જીવન બચાવવાના દરમાં વધારો કરી શકાય છે.
ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) દ્વારા કેન્સરના કેસ મૃત્યુદરના GLOBOCAN 2020ના અંદાજો દર્શાવે છે કે 2020માં અંદાજિત 1.8 મિલિયન મૃત્યુ (18%) ફેફસાંના કેન્સરના કારણે થયા હતા.
સ્ક્રિનિંગ પ્રોગ્રામની મુખ્ય વિશેષતાઓ:
• દર્દીની નોંધણી અને દસ્તાવેજીકરણ
• પલ્મોનોલોજિસ્ટ સાથે સંપર્ક
• પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT)
• ફેફસાના કેન્સરની વહેલી તપાસ માટે લો-ડોઝ સીટી સ્કેન
લંગલાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય એવા વ્યક્તિઓને ઓળખવાનો છે જેમને ફેફસાના કેન્સરનું સૌથી વધુ જોખમ હોય છે જેમ કે: (i) 50 થી 80 વર્ષની વય જૂથના લોકો, (ii) એસિમ્પટમેટિક (ફેફસાના કેન્સરના કોઈ ચિહ્નો કે લક્ષણો નથી), (iii) જે વ્યક્તિઓ ધૂમ્રપાન કરતા હોય અને (iv) ફેફસાના કેન્સરનો પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકો છે.
લો-ડોઝ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (LDCT) પ્રારંભિક તપાસમાં મદદ કરી શકે છે અને જીવન બચાવવાના દરમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. હાલમાં પણ લગભગ 80% કેન્સરનું જોખમ ધરાવતા વ્યક્તિઓ તેમના તબીબો સાથે ક્યારેય સ્ક્રિનિંગની ચર્ચા કરતા નથી. ખાસ કરીને વઘુ જોખમ ધરાવતા સમૂહમાં વહેલું નિદાન અને જીવન બચાવવા માટે ફેફસાના કેન્સરની તપાસ અંગે વાત કરવી અને જાગરૂકતા વધારવી જરૂરી છે.
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી ડૉ. રાહુલ જાલાને જણાવ્યું હતું કે, “ફેફસાનું કેન્સર વૈશ્વિક સ્તરે સૌથી ભયંકર કેન્સરમાંનું એક છે, પરંતુ વહેલા નિદાનથી બચવાની તકોમાં નોંધપાત્ર વધારો થાય છે. અમારા લંગ-લાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ દ્વારા, અમે ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓને વહેલી તકે ઓળખી શકીએ છીએ, એડવાન્સ લો-ડોઝ સીટી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, જે ડાયગ્નોસ્ટિક ચોકસાઇને વધારીને રેડિયેશન એક્સપોઝરને ઘટાડે છે. આ પ્રોગ્રામ ખાસ કરીને ધૂમ્રપાન કરતા હોય તેવા, પહેલાં ધૂમ્રપાન કર્યું હોય અથવા પરિવારમાં ફેફસાના કેન્સરનો ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ માટે અસરકારક છે. સારવારના યોગ્ય તબક્કે ફેફસાના કેન્સર અંગે જાણીને, અમે દર્દીઓને વધુ સારી સારવાર પ્રદાન કરીને તંદુરસ્ત ભવિષ્ય માટે નવી આશા આપીએ છીએ.”
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજી ડો. આકાશ શાહએ જણાવ્યું હતું કે, “અપોલો કેન્સર સેન્ટરનો લંગ-લાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ ભારતમાં ફેફસાના કેન્સરના જોખમ માટે એક મહત્વનું પગલું છે. આ સ્ક્રિનિંગ પ્રોગ્રામ સાથે, અમે પ્રારંભિક તબક્કાની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જ્યાં અસરકારક સારવાર અને જીવન બચાવવાની શક્યતાઓ ઝડપથી વધી જાય છે. આ પ્રોગ્રામ અત્યાધુનિક લો-ડોઝ સીટી સ્કેન દ્વારા દર્દીની સલામતીને પ્રાથમિકતા આપી અને ચોક્કસ નિદાનની ખાતરી કરે છે. સાથે મળીને, અમે માત્ર કેન્સરની સારવાર નથી કરી રહ્યા પરંતુ સમયસર નિદાન અને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ સર્વગ્રાહી સંભાળ દ્વારા જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છીએ.”
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજી ડૉ. રૂષિત શાહે જણાવ્યું હતું કે, “ફેફસાંનું કેન્સર શાંત ખતરો છે, ઘણી વખત માત્ર ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે તે ખૂબ જ ફેલાઇ ગયું હોય, તેથી વહેલું નિદાન અસરકારક સાબીત થાય છે. લંગ-લાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ દ્વારા અપોલો કેન્સર સેન્ટર ફેફસાના કેન્સરની સંભાળમાં ક્રાંતિ લાવી રહ્યું છે આ પ્રોગ્રામ કેન્સરને ઓળખવા અને દર્દી-કેન્દ્રિત સંભાળ સાથે ચોકસ નિદાનને જોડે છે, જે જીવન ટકાવી રાખવાના દરમાં નોંધપાત્ર સુધારો લાવે છે. અમારી પહેલ દર્શાવે છે કે સક્રિય આરોગ્યસંભાળ જીવન બચાવી શકે છે, દર્દીઓને સાજા થવાની શ્રેષ્ઠ તક પ્રદાન કરે છે, જે કેન્સરની સારવારમાં શ્રેષ્ઠતાને પુનઃવ્યાખ્યાયિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”
અપોલો હોસ્પિટલ અમદાવાદ, ગુજરાત રિજનના સીઓઓ અને યુનિટ હેડ નીરજ લાલે જણાવ્યું હતું કે, ” ભારતમાં સૌપ્રથમ લંગ-લાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ શરૂ કરવા માટે અમે ગર્વ અનુભવીએ છીએ , આ ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલ ઓન્કોલોજી કેરમાં અપોલો કેન્સર સેન્ટરના નેતૃત્વને દર્શાવે છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જીવન બચાવવાનો નથી પરંતુ વ્યક્તિગત રીતે તેમના સ્વાસ્થ્યને જાળવવા અને સશક્ત કરવાનો છે.”
અપોલો કેન્સર સેન્ટર્સ ભારતમાં કેન્સરની સંભાળ અને જાગરૂકતા વધારવાના તેના મિશનમાં અડગ છે. લંગ લાઇફ સ્ક્રિનિંગ પ્રોગ્રામ શરૂ કરવા સાથે, ACCs ફેફસાના કેન્સર સામેની લડાઈમાં રાષ્ટ્રવ્યાપી કામગીરી અને સહયોગને પ્રેરણા આપવાની આશા રાખે છે.