અમદાવાદ : એપોલો કેન્સર સેન્ટર્સ ‘ભારતના સૌથી વધુ ઝડપી અને સૌથી વધુ સચોટ સ્તન કેન્સરનાં નિદાનના કાર્યક્રમ’ ને પ્રસ્તુત કરીને, અદ્યતન કેન્સર સારવાર સાથે સીમાઓને આગળ વધારવાનું ચાલુ રાખે છે. આ અગ્રગણ્ય પહેલનો હેતુ બહેતર હયાતીના દર માટે યોગ્ય સારવારનું શમન કરવામાં વહેલી શોધના મહત્વને દ્રઢ બનાવીને, ઝડપી અને સચોટ સ્તન કેન્સરનું નિદાન પૂરું પાડવાનો અને દર્દીઓ માટે જીવનની ગુણવતા સુધારવાનો છે.
આ નૂતન પહેલ સ્તન કેન્સરના સંચાલનની દિશામાં એક નોંધપાત્ર પહેલ ચિહ્નિત કરે છે અને આરોગ્ય સંભાળ સેવાઓના ભવિષ્યમાં એક આશાસ્પદ ઝાંખી પ્રસ્તુત કરે છે. એપોલો કેન્સર સેન્ટર્સ આ કાર્યક્રમને પૂરો પાડવા માટે ભારતમાં સૌપ્રથમ હોવા માટેનું ગૌરવ ધરાવે છે અને ભવિષ્યમાં બીજા અવયવો માટે મોડેલની પ્રતિકૃતિ બનાવવાની સંભાવનાની કલ્પના કરે છે. ઓકટોબરમાં સ્તન કેન્સર જાગૃતિના મહિના સાથે સુસંગતતામાં, એપોલો કેન્સર સેન્ટર્સ સ્ત્રીઓમાં સ્તન કેન્સરના સમયસરના નિદાન માટે આ કાર્યક્રમ સમર્પિત કરી રહ્યા છે.
સ્તન કેન્સર એ સ્ત્રીઓના આરોગ્ય માટેની એક પ્રવર્તમાન ચિંતા છે, અને સમયસરનું નિદાન અસરકારક હસ્તક્ષેપ માટેનો આધાર છે. વહેલી શોધ એ સ્તન કેન્સર સામેની લડાઈમાં સૌથી મહત્વનું છે, અને એપોલો સેન્ટર્સમાં અમે, સ્તન કેન્સરની શરુઆતની અવસ્થાઓમાં નિદાન કરવામાં સફળતાના ઊંચા સ્તરને હાંસલ કરેલ છે. અમે સ્તનના રક્ષણ દરોને 60% સુધી હાંસલ કરેલ છે અને વૈશ્વિક પુરાવા આધારિત માર્ગદર્શિકાઓ મુજબ ડી-એસ્કેલેટ થેરેપી માટે સક્ષમ છીએ. આથી જીવનના પરિણામોની ચડીયાતી ગુણવતા અમારા દર્દીઓને આપી રહ્યા છીએ.
‘ભારતનું સૌથી વધુ ઝડપી અને સૌથી વધુ સચોટ સ્તન કેન્સરનું નિદાન’ પરિણામો માટે લાંબા પ્રતિક્ષાના સમયોને ઘટાડીને, સમયસર અને સચોટ નિદાન નિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવે છે. એપોલો કેન્સર સેન્ટર્સ દ્રઢ પણે એ લોકોક્તિમાં માને છે કે, “સૌથી વહેલું સૌથી આસાન”, જયારે વાત સ્તન કેન્સરના સંચાલનની આવે છે ત્યારે આ કાર્યક્રમ અદ્યતન નિદાન સંબંધિત ટેકનોલોજીઓનો સમાવેશ કરે છે, જેમાં મેમ્મોગ્રાફી, અલ્ટ્રાસાઉન્ડ અને બાયોપ્સીનો સમાવેશ થાય છે, સ્તનના આરોગ્યનું ઝડપથી અને સચોટ રીતે માપન કરવા માટે. દર્દીઓ 24 કલાકની અંદર પરિણામોની અપેક્ષા કરી શકે છે, જે કાર્યક્રમની અસરકારકતાનો મજબૂત પુરાવો છે. તે સ્તન કેન્સરની તપાસ કે નિદાન સંબંધિત સેવાઓ શોધતી વ્યક્તિઓ માટે ખુલ્લું છે, એ શરતે કે તેઓ જરૂરી માપદંડો પૂરા કરતા હોય. તેના મુખ્ય ફાયદાઓ ઝડપી પરિણામો, ઘટેલી દર્દીની ચિંતા, અને સ્તન કેન્સરની વહેલી શોધને આવરી લે છે – પ્રગતિઓ જે સારવારના પરિણામોને નોંધપાત્ર રીતે સુધારે છે.
ઉપયોગમાં લેવાયેલ નિદાન સંબંધિત પરીક્ષણો સામાન્ય રીતે સલામત હોય છે અને નહિવત રીતે આક્રમક હોય છે, સમગ્ર પ્રક્રિયામાં દર્દીના આરામને સુનિશ્ચિત કરવા માટે સમર્પિત આરોગ્યસંભાળના વ્યવસાયિકો સાથે. ખર્ચના ફેરફારો સ્થળ, વીમા કવચ, અને વિશિષ્ટ નિદાન સંબંધિત જરૂરિયાતોને આધારે ઉદભવી શકે છે, જેના માટે દર્દીઓ સચોટ માહિતી માટે એપોલો કેન્સર સેન્ટર્સનો સંપર્ક કરી શકે છે. શોધી કઢાયેલ સ્તન કેન્સરના કિસ્સામાં, એપોલો કેન્સર સેન્ટર્સ કાર્યક્રમ સંપૂર્ણ સારવાર આયોજન માટે કુશળ ઓન્કોલોજીસ્ટસ અને વિશેષજ્ઞ સાથે જોડીને, વ્યક્તિગત સંભાળની દિશામાં દર્દીઓને માર્ગદર્શન આપવા માટે સજ્જ છે.
ડો. શુભા સિંહા, વરિષ્ટ સલાહકાર- સર્જીકલ ઓન્કોલોજી, એપોલો કેન્સર સેન્ટર, અમદાવાદ, “વિતેલા વર્ષો દરમિયાન, એપોલો કેન્સર સેન્ટર્સે વહેલા સ્તન કેન્સરના નિદાન અને સારવારના નિર્ણાયક મહત્વને જોયેલ છે. ઝડપી અને સચોટ શોધ અસરકારક સારવાર માટેની ઉત્તમ તક જ પ્રસ્તુત કરતી નથી પરંતુ દર્દીઓને મનની શાંતિ પણ પૂરી પડે છે. આ કાર્યક્રમ આપણને સમયસરના નિદાન અને વ્યક્તિગત સંભાળ પૂરા પાડવા માટે અદ્યતન નિદાન સંબંધિત સાધનો સાથે આપણા વિશેષ જ્ઞાનને સંયોજિત કરવાનું શક્ય બનાવે છે. આમ કરીને, આપણે માત્ર સ્તન કેન્સરનો જ ઉપચાર કરતા નથી પરંતુ આપણે આપણા દર્દીઓ માટે આશા, મદદ અને જીવનની બહેતર ગુણવતા પણ પૂરી પાડીએ છીએ.”
ડો. સંદીપ શાહ – સલાહકાર રેડિયોલોજી, એપોલો કેન્સર સેન્ટર, અમદાવાદ, તેમણે જણાવ્યું કે, “સ્તન કેન્સરના નિદાન અને સંભાળ પ્રત્યેની આપણી વચનબદ્ધતા તબીબી નિપુણતાથી એકદમ આગળ જાય છે; તે આપણા દર્દીઓ સશક્ત હોવાની અને મદદ કરાયેલ હોવાની ભાવના અનુભવે છે તે સુનિશ્ચિત કરવા સુધી ફેલાય છે. અમે સમજીએ છીએ કે વહેલું નિદાન બહેતર પરિણામો અને જીવનની સુધરેલી ગુણવતાનું કારણ બને છે. આ કાર્યક્રમ સાથે, અમે માત્ર સમયસરના પરિણામો પ્રસ્તુત કરવાનો જ હેતુ ધરાવતા નથી પરંતુ આશા અને સાજા થવાનાં માર્ગનો પણ હેતુ રાખીએ છીએ. તે જયારે આપણા દર્દીઓને આપણી સૌથી વધુ જરૂર હોય ત્યારે ઉત્તમ સંભાળ પૂરી પાડવા અંગેની છે.”
ડો. ભાવના મેહતા, હિસ્ટોપેથોલોજીસ્ટ, એપોલો કેન્સર સેન્ટર, અમદાવાદ, તેમણે જણાવ્યું, “ એપોલો કેન્સર સેન્ટર્સ ઉપર અમારૂ લક્ષ્ય નવીન શોધ અને અનુકંપા દ્વારા કેન્સરની સારવારને ક્રાંતિકારી બનાવવાનું છે. કાર્યક્રમ આ દિશામાં એક નોંધપાત્ર પુરાવો છે. અમે સમજીએ છીએ કે ભય અને ચિંતા કે જે અવારનવાર કેન્સરના નિદાનની સાથે આવે છે. આ કાર્યક્રમ સાથે, અમારો હેતુ સ્ત્રીઓને ઝડપી નિદાન પૂરું પાડીને જરૂરિયાતના આધારે જરૂરિયાત મુજબની સારવારોની દિશામાં એક સ્પષ્ટ માર્ગ પૂરો પાડીને આ ચિંતા ઘટાડવાનો છે. દરેક મિનીટ મહત્વની છે, અને દર્દીઓના ઉન્નત જીવન માટે દરેક ક્ષણને મહત્વની બનાવવા માટે અમે દ્રઢ નિર્ધાર ધરાવીએ છીએ. ”
નીરજ લાલ, સીઓઓ, એપોલો કેન્સર સેન્ટર્સ, અમદાવાદ, તેમણે જણાવ્યું હતું કે, “ભારતના સૌથી વધુ ઝડપી અને સૌથી વધુ સચોટ સ્તન કેન્સરના નિદાનના કાર્યક્રમની શરૂઆત કેન્સરની સારવારની નવી વ્યાખ્યા આપવાની દિશામાં અમારી અડગ વચનબદ્ધતાનો એક પુરાવો છે. અમે માનીએ છીએ કે જ્યારે સ્તન કેન્સરની વાત આવે છે ત્યારે સમય એક સત્વરૂપ બાબત છે. અમારો ધ્યેય સ્ત્રીઓ તેઓ જેના માટે પાત્રતા ધરાવે છે તેવું સમયસરનું અને સચોટ નિદાન આપીને, આશા પૂરી પાડવાનો અને ઝડપથી રોગ મટાડવાનો છે. આ કાર્યક્રમ સાથે, અમે માત્ર રાહ જોવાનો સમય જ ઘટાડી રહ્યા નથી; પરંતુ અમે દર્દીના પરિણામોને પણ ઉન્નત બનાવી રહ્યા છીએ, શરૂઆતના હસ્તક્ષેપને સુનિશ્ચિત કરીને, અને સશક્તિકરણ અને લવચિકતાનો સંદેશ ફેલાવીને.”