કેન્સરની સારવાર માટેની અત્યાધુનિક ટેકનોલોજીઓમાં સતત રોકાણ કરવા પ્રત્યે કટિબદ્ધ એપોલો કેન્સર સેન્ટર્સ ભારતમાં શ્રેષ્ઠ ખાનગી કેન્સર હોસ્પિટલ તરીકે સ્થાન પામે છે. દાતાર કેન્સર જીનેટિક્સના સહયોગમાં એપોલો કેન્સર સેન્ટર્સે એક પરિવર્તનકારી બ્લડ ટેસ્ટ લૉન્ચ કર્યો છે, જે લક્ષણો નહીં ધરાવતી વ્યક્તિઓમાં સ્તન કેન્સરની પ્રારંભિક તબક્કામાં જ ખૂબ જ સચોટતાપૂર્વક જાણકારી મેળવી લે છે અને આમ તેના પગલે સમયસર નિદાન થઈ શકે છે અને લોકોનો જીવ બચાવવા માટે યોગ્ય સારવાર કરી શકાય છે.
સ્તન કેન્સરના વધતાં જઈ રહેલા કેસોની સંખ્યા અને સ્તન કેન્સરની ચર્ચાઓ સાથે જોડાયેલ સામાજિક જોડાણ ઓન્કોલોજીના ક્ષેત્રમાં ટેકનોલોજી સંબંધિત પ્રગતિના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનો વિકાસ સાધવા તરફ દોરી ગઈ છે. કેન્સર અંગેની ચર્ચાને સૌથી મોખરે લાવવાની આ જ પ્રકારની પ્રેરણાથી પ્રેરિત થઈ એપોલો કેન્સર સેન્ટર્સ આ લૉન્ચ મારફતે મહિલાઓને સ્તન કેન્સર થવાની તેમની સંવેદનશીલતા અંગે જાણકારી મેળવવા બ્લડ ટેસ્ટના સૌથી સરળ રસ્તા થકી તપાસ કરાવી લેવાની અપીલ કરે છે. હવે ફક્ત થોડી માત્રામાં લોહી લઈ ઇઝીચેક – બ્રેસ્ટ સ્તન કેન્સરના પ્રથમ તબક્કા કરતાં પણ પહેલાં તેનું નિદાન કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઇઝીચેક ભારતમાં આવેલા તમામ એપોલો કેન્સર સેન્ટર ખાતે 22 જૂનના રોજ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે ટિપ્પણી કરતાં એપોલો હોસ્પિટલના સ્થાપક અને ચેરમેન ડૉ. પ્રતાપ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ‘કેન્સરના વહેલા નિદાન અંગે જાગૃતિ ફેલાવવાના અને કેન્સરની વિશ્વસ્તરીય સારવાર પૂરી પાડવાના અમારા મિશનને અનુરૂપ ઇઝીચેક બ્રેસ્ટનું લૉન્ચ મૃત્યુદરને ઘટાડવા સમયસર નિદાન અને સારવારની ખાતરી કરવા ગુણવત્તાસભર ટેકનોલોજિકલ પ્રગતિની દિશામાં મેળવવામાં આવેલી એક મહત્વપૂર્ણ સફળતા છે. દાતાર કેન્સર જીનેટિક્સ સાથેના તેના જોડાણે એક પથપ્રદર્શક સિદ્ધિ હાંસલ કરી છે અને એપોલો કેન્સર સેન્ટર્સ ખાતે અમે શ્રેણીમાં શ્રેષ્ઠ ઉન્નતિ અને સારવારની સાથે સ્તન કેન્સરનું સચોટતાપૂર્વક નિદાન કરવા માટે સુસજ્જ છીએ. હું પરિવારની કાળજી રાખનારી ભારતીય સ્ત્રીઓને ખૂબ જ નમ્ર વિનંતી કરું છું કે, તેઓ પહેલ કરી વર્ષમાં ઓછામાં ઓછી એક વખત તેમનો ટેસ્ટ કરાવી લે, જેથી તેઓ સ્તન કેન્સરથી સુરક્ષિત છે, તેની ખાતરી થઈ શકે. નિદાનથી માંડીને સારવાર સુધી એપોલો કેન્સર સેન્ટર્સ તેના દર્દીઓની પડખે હંમેશા ઊભા છે અને તેઓ વહેલીતકે સાજા થઈ જાય તે માટે તેમની હૂંફભરી કાળજી લે છે.’
આ ટેસ્ટ અંગે જણાવતાં દાતાર કેન્સર જીનેટિક્સના સ્થાપક અને ચેરમેન રંજન દાતારે જણાવ્યું હતું કે, ‘કમનસીબે મોટાભાગના કેન્સરોનું નિદાન ખૂબ જ આગળના તબક્કામાં થાય છે, જેના માટે અત્યંત સઘન અને ખર્ચાળ સારવારની જરૂર પડે છે, જેમાં નબળાઈ લાવી દેનારી આડઅસરો તથા સારવાર નિષ્ફળ રહેવાનું ખૂબ મોટું જોખમ રહેલું છે. ઇઝીચેક- બ્રેસ્ટ એ અનેક વર્ષોના સહયોગાત્મક આંતરરાષ્ટ્રીય સંશોધન અને નવીનીકરણનું પરિણામ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પર તેનું પરીક્ષણ અને પ્રમાણીકરણ કરી તેને વિકસાવવામાં આવ્યો છે. ટેસ્ટ માટે થોડી માત્રામાં લેવામાં આવેલું લોહી લક્ષણો નહીં ધરાવતી વ્યક્તિઓમાં કેન્સરના વહેલા નિદાનનું વચન આપે છે તથા તે સફળ સારવાર અને અસ્તિત્વ ટકાવી રાખવાની શક્યતાઓને વધારવાના દ્વાર ખોલી આપે છે.’
આ પ્રસંગે એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝિસ લિ.ના ગ્રૂપ ઓન્કોલોજી એન્ડ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ દિનેશ માધવને જણાવ્યું હતું કે, ‘ઇઝીચેક બ્રેસ્ટને લૉન્ચ કરીને એપોલો કેન્સર સેન્ટર્સ અને દાતાર જીનેટિક્સ કેન્સરનું વહેલીતકે નિદાન થાય તેની ખાતરી કરવા પ્રત્યે કટિબદ્ધ છે અને તે કેન્સર પર જીત મેળવવાની દિશામાં ભરવામાં આવેલું પ્રથમ પગલું છે. ભારતમાં સ્તન કેન્સરનું મોડું નિદાન એ સ્તન કેન્સર ધરાવતી સ્ત્રીઓના ઊંચા મૃત્યુદર પાછળનું એકમાત્ર કારણ છે. ઇઝીચેક બ્રેસ્ટની મદદથી અમે આ સમસ્યાનો મૂળમાંથી ઉકેલ લાવી દેવા માંગીએ છીએ અને તેણે કેન્સરનું નિદાન વહેલીતકે અને સરળતાથી કરવાનું શક્ય બનાવ્યું છે.’
સ્તન કેન્સર એ સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓને થતાં કેન્સરોનો સર્વસામાન્ય પ્રકાર છે. વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં સ્તન કેન્સરના 23 લાખ નવા કેસ નોંધાયા હતાં, જે કેન્સરના કુલ કેસના 11.7% થવા જાય છે, જેના પગલે વિશ્વમાં કેન્સરની ઘટનાઓના પ્રમુખ કારણો તરીકે સ્તન કેન્સર ફેફસાના કેન્સરથી આગળ નીકળી ગયું હતું. રોગચાળા વિજ્ઞાનના અભ્યાસોએ દર્શાવ્યું છે કે, વર્ષ 2030માં સમગ્ર વિશ્વમાં સ્તન કેન્સરનું ભારણ 20 લાખના આંકને વટાવી જાય તેવી સંભાવના છે. ભારતમાં વર્ષ 1965થી 1985 દરમિયાન સ્તન કેન્સરની ઘટનાઓમાં અભૂતપૂર્વ વધારો થયો હતો, લગભગ 50% જેટલો. વર્ષ 2016માં સ્તન કેન્સરના કેસોની અંદાજિત સંખ્યા 1,18,000 જેટલી હતી. ડેટા મુજબ, વર્ષ 2020માં ભારતમાં કેન્સરના કુલ કેસોમાં સ્તન કેન્સરની ટકાવારી 13.5% જેટલી હતી અને કેન્સરને કારણે થયેલા કુલ મૃત્યુમાં સ્તન કેન્સરને કારણે થયેલા મૃત્યુની ટકાવારી 10.6%(90,408) હતી.
કેન્સર તથા ઇઝીચેક- બ્રેસ્ટની મદદથી વહેલીતકે નિદાન માટે નિયમિત તપાસ કરાવવા અંગે જાગૃતિ ફેલાવવાના મિશનની સાથે એપોલો કેન્સર સેન્ટર્સનો ઉદ્દેશ્ય વહેલા નિદાન અંગે યોગ્ય જાણકારી પૂરી પાડવાની તાતી જરૂરિયાતને સંતોષવાનો તથા કેન્સરના ઇલાજમાં વ્યાપક સારવાર પૂરી પાડવાનો છે.
#WinningOverCancer