એપોલો હોસ્પિટલનું મુખ્ય સંશોધન, ભારતીય પુરૂષો માટે પ્રોસ્ટેટ કેન્સર સ્ક્રીનીંગના ધોરણોને ફરીથી વ્યાખ્યાયિત કરે છે
• આ રોગનો કોઈ ઇતિહાસ ન ધરાવતા લગભગ 1 લાખ પુરૂષો સાથે હાથ ધરવામાં આવેલા તેના સૌથી મોટા અભ્યાસમાં નવા સંદર્ભ મૂલ્યોનું અનાવરણ કરે છે
ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરની સંભાળને આગળ ધપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે, વિશ્વના સૌથી મોટી સંકલિત આરોગ્યસંભાળ પ્રદાતા, એટલે કે એપોલો હોસ્પિટલ્સે તેના નવીનતમ અભ્યાસ, ‘તંદુરસ્ત ભારતીય પુરુષો માટે વય-વિશિષ્ટ પ્રોસ્ટેટ-વિશિષ્ટ એન્ટિજેન નિર્ધારિત કરવા’ માં મહત્વપૂર્ણ તારણો રજૂ કર્યા છે અને પ્રતિષ્ઠિત ઈન્ડિયન જર્નલ ઓફ યુરોલોજી પ્રકાશિત કર્યું છે. એપોલો ચેન્નાઈ અને એપોલો હૈદરાબાદના અનુક્રમે ડૉ. એન રાગવન અને ડૉ. સંજય અડ્લાના માર્ગદર્શન હેઠળ, આ અભ્યાસમાં ભારતમાં વિવિધ ઉંમર અને પ્રદેશોમાંથી લગભગ 100,000 સ્વસ્થ પુરુષો સામેલ થયા હતા, જેઓએ ભારતીય વસ્તી વિષયકને અનુરૂપ, પ્રોસ્ટેટ-વિશિષ્ટ એન્ટિજેન (પીએસએ) માટે નવા સંદર્ભ મૂલ્યો સ્થાપિત કર્યા હતા.
પીએસએ, એ પ્રોસ્ટેટ કેન્સર માટે પ્રારંભિક નિદાન અને સારવારની દેખરેખ માટે સ્થાપિત બ્લડ માર્કર છે. 1993 થી, સામાન્ય પીએસએ મૂલ્યો માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો, યુએસએના અભ્યાસ પર આધારિત છે અને તે જ ભારતમાં અપનાવવામાં આવ્યા છે. ભારતીય વસ્તી માટે વિવિધ આનુવંશિક તફાવતો સહીત ઘણીવાર પશ્ચિમી ધોરણો અયોગ્ય છે, તેવું જાણવા મળ્યું હતું. એપોલોનો આ નવીનતમ અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં પીએસએ મૂલ્યો અલગ છે, જે નવા, અનુરૂપ ધોરણો સ્થાપવાની આવશ્યકતા દર્શાવે છે. મુખ્ય તારણોમાં વય-વિશિષ્ટ પીએસએ ધોરણો, વય સાથે પીએસએ સ્તરોમાં પ્રગતિશીલ વધારો અને ભારતીય-વિશિષ્ટ પીએસએ મૂલ્યોના કારણે, યુવાન પુરુષોમાં ડિટેક્શન જલ્દી શક્ય બને છે.આ સાથે, એપોલો હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડાયગ્નોસ્ટિક્સ નેટવર્ક પ્રોસ્ટેટ સ્ક્રીનીંગ માટે આ નવા પીએસએ ધોરણોને અપનાવવા તરફ આગળ વધશે.
એપોલો હોસ્પિટલ્સના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડી જણાવે છે કે, “આ મહત્વપૂર્ણ અભ્યાસ, ભારતના પ્રોસ્ટેટ કેન્સરની સંભાળના ક્ષેત્રમાં અધભુત પરિવર્તન લાવશે, જે શક્ય દરેક ટચપોઇન્ટ પર કેન્સરથી જીતવાના અમારા લક્ષ્યને પૂરું કરશે. આ મહત્વપૂર્ણ અભ્યાસમાં વિવિધ ઉંમરના ભારતીય પુરુષો માટે પ્રોસ્ટેટ કેન્સર સ્ક્રીનીંગના નવા ધોરણોની સ્થાપના, કેન્સરની સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરતી નવઅંતિમ પ્રગતિઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિવિધ વયના લોકો માટે અલગ-અલગ પીએસએ ધોરણો, વય સાથે સ્તરોમાં પ્રગતિશીલ વધારો અને ભારતીય-વિશિષ્ટ મૂલ્યો સાથે, અમે પ્રોસ્ટેટ કેન્સરની સંભાળના ક્ષેત્રે બદલી રહ્યા છીએ. આ અદભુત બદલાવ માત્ર યુવાન પુરુષોમાં જલ્દી ડિટેક્શનની સુવિધા જ નહીં પરંતુ વૃદ્ધ લોકોમાં બિનજરૂરી તપાસને પણ અટકાવે છે. આ વિશિષ્ટ ધોરણોને અપનાવીને, એપોલો હોસ્પિટલ્સ દર્દી-કેન્દ્રિત સંભાળ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે અને હેલ્થકેર ઇનોવેશનમાં નવી રીતો પ્રદાન કરે છે.
એપોલો હોસ્પિટલ, જ્યુબિલી હિલ્સ, હૈદરાબાદના કન્સલ્ટન્ટ યુરો-ઓન્કોલોજિસ્ટ, પ્રોફેસર સંજય અડલા જણાવે છે કે: “અમારો અભ્યાસ, ભારતમાં સૌથી મોટો અભ્યાસ, ભારતીય વસ્તી માટે ખાસ વય-વિશિષ્ટ પીએસએ સંદર્ભ શ્રેણીઓનું પુનઃમૂલ્યાંકન કરે છે. 1 લાખ સ્વસ્થ પુરુષોના ડેટા સાથે, અમે ભારતીય પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર ડિટેકટ કરવામાં સીરમ પીએસએ ટેસ્ટિંગની સચોટતામાં સુધાર લાવવા, ડાયેગ્નોસ્ટિક માર્કર તરીકે તેની અસરકારકતામાં સુધારો લાવવા અને એડવાન્સ્ડ સ્ટેજમાં હોય તેવા લોકો માટે પણ સારવારની આશા જગાડવાનો વિશ્વાસ ધરાવીએ છીએ. ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરની ઘટનાઓ વધી રહી હોવાથી, અમારા અભ્યાસ દ્વારા અમે ભારતીય વસ્તીમાં વય-વિશિષ્ટ પીએસએ સ્તરો પરના મર્યાદિત ડેટા પર ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો. ભારતીય પુરુષોમાં સીરમ પીએસએ સ્તરો અને વય વચ્ચે જોવા મળેલી કડી, કોકેશિયન પુરુષો માટે સ્થાપિત ધોરણો સાથે વિરોધાભાસી છે. આ અભ્યાસ ભારતીય પુરૂષો માટે વય-વિશિષ્ટ પીએસએ સંદર્ભ શ્રેણીને પુનઃવ્યાખ્યાયિત કરવાની નોંધપાત્ર તક આપે છે, વધુ ચોક્કસ ક્લિનિકલ નિર્ણય લેવામાં મદદ કરે છે અને પ્રોસ્ટેટ કેન્સર સામે અસરકારક રીતે લડવાની અમારી ક્ષમતાને વધારે છે.”
ભારતીય વસ્તીના ધોરણો માટે (2011-2018 દરમિયાન) એપોલો હોસ્પિટલ્સની મુલાકાત લેનારા 100,000 સ્વસ્થ પુરુષોમાં પીએસએ મૂલ્યોના ભારતીય જર્નલ ઑફ યુરોલોજીમાં પ્રકાશિત થયેલા અપોલો અભ્યાસના મુખ્ય તારણો:
• અગાઉના વૈશ્વિક ધોરણોથી વિપરીત, વિવિધ ઉંમરના લોકો માટે વિવિધ પીએસએ ધોરણો સ્થાપિત થયા.
• ઉંમર સાથે પીએસએ સ્તરોમાં પ્રગતિશીલ વધારો થયો છે: <1.4 ng/mL (<40) થી 11.3 ng/mL (>80).
• નવા ભારતીય-વિશિષ્ટ પીએસએ મૂલ્યો, નીચા પીએસએ સ્તરો ધરાવતા યુવાન પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરના વહેલાં ડિટેક્શનમાં મદદ કરે છે.
• વૃદ્ધ પુરુષોમાં બિનજરૂરી તપાસ અટકાવે છે; 70 અને 80 ના ઉંમર દર્દીઓ માટે નવી સંદર્ભ શ્રેણી નોંધપાત્ર રીતે વધારે છે.
• પીએસએ મૂલ્યો પર આધારિત ભારતીય પુરુષોમાં વિશિષ્ટ તપાસ અને સારવારમાં મદદ કરે છે.
ઉંમર | જુના સંદર્ભ મૂલ્ય ng/ml (95મી સેન્ટાઇલ લિમિટ) | નવા સંદર્ભ મૂલ્ય ng/ml (95મી સેન્ટાઇલ લિમિટ) |
≤40 વર્ષ | લાગુ નથી | <1.4 |
41-50 વર્ષ | <2.5 | <1.7 |
51-60 વર્ષ | <3.5 | <3.1 |
61-70 વર્ષ | <4.5 | <5.8 |
71-80 વર્ષ | <6.5 | <8.82 |
>80 વર્ષ | લાગુ નથી | <11.3 |
દર્દી-કેન્દ્રિત નવીનતાઓ માટે પ્રતિબદ્ધ, એપોલો પાસે નવીનતમ bk5000 અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ છે, જે અમને પ્રોસ્ટેટ કેન્સરના ડિટેક્શન માટે એક સંકલિત અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક પ્રદાન કરવાની સાથે, ટ્રાન્સ-પેરિનેલ રીઅલ ટાઈમ ફ્યુઝન (TP RTF) પ્રોસ્ટેટ બાયોપ્સી તરીકે ઓળખાતી નવીનતમ પ્રક્રિયા અમલમાં મુકવામાં મદદ કરે છે. આ અભિગમના કારણે કોંટામીનટેડ ટ્રાન્સરેક્ટલ (બેક રૂટ) ની જરૂર પડતી નથી, જે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતને ઘટાડે છે, ચેપ અને સેપ્સિસનું જોખમ લગભગ શૂન્ય પર લાવે છે અને એપોલોના દર્દીઓ માટે સુરક્ષિત અને વધુ સુવ્યવસ્થિત બાયોપ્સી અનુભવની ખાતરી કરે છે.
હૈદરાબાદની એપોલો હોસ્પિટલ્સે નવા પ્રકાશિત ડેટાને અનુરૂપ સંદર્ભ મૂલ્યો પહેલેથી જ બદલી નાખ્યા છે. આગામી ત્રણ મહિનામાં અમે સમગ્ર દક્ષિણ પ્રદેશની એપોલો હોસ્પિટલોમાં અને ત્યારબાદ એપોલો ઇકોસિસ્ટમની બાકીની હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં આ નવા અભિગમને તબક્કાવાર અપનાવતા જોઈશું. વધુમાં, સોસાયટી ઓફ જીનીટોરીનરી ઓન્કોલોજિસ્ટ્સ (SOGO) સાથે મળીને એપોલો, સ્વસ્થ ભારતીય પુરુષો માટે નવા સંદર્ભ પીએસએ મૂલ્યોને પ્રકાશિત કરવા માટે પોઝિશન પેપર પ્રકાશિત કરવા માટે કામ કરી રહ્યું છે; અને આમ, અન્ય આરોગ્યસંભાળ પ્રદાતાઓ માટે આ ભારતીય અભિગમ અપનાવવા માટે આને ક્ષેત્રમાં માન્ય બનાવી રહ્યું છે.