અનુષ્કા શેટ્ટી માટે સાહોની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : પ્રભાસ પોતાની પ્રોફશનલ લાઇફને લઇને જેટલો ચર્ચામાં રહ્યો છે તેટલી જ ચર્ચા તેની પર્સનલ લાઇફને લઇને પણ રહી છે. પ્રભાસના લગ્ન અને લવ લાઇફને લઇને ચર્ચા લાંબા સમયથી રહી છે. અનુષ્કા શેટ્ટી સાથે તો પ્રભાસના પ્રેમ સંબંધને લઇને લગ્ન સુધીના અહેવાલ પણ આવી ગયા છે. હાલમાં પણ તેમના પ્રેમ સંબંધોને લઇને જોરદાર ચર્ચા છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે પ્રભાસ અનુષ્કા શેટ્ટી માટે પોતાની આવનારી ફિલ્મ સાહોની ખાસ્‌ સ્ક્રિનિંગ યોજનાર છે. જો કે આ સ્ક્રિનિંગ ક્યારેય અને કઇ જગ્યાએ યોજવામાં આવનાર છે તે સંબંધમાં હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

જો કે સ્પેશિયલ સ્ક્રિનિંગને લઇને પ્રભાસ પોતે પણ ખુબ ઉત્સુક છે. સુત્રોની વાતમાં વિશ્વાસ કરવામા આવે તો ટુંક સમયમાં જ સ્ક્રિનિંગનુ આયોજન કરવામાં આવનાર છે. થોડાક દિવસ પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે પ્રભાસ અનુષ્કાને માત્ર સારી ફ્રેન્ડ તરીકે ગણાવે છે. પ્રભાસ સાહોની રજૂઆત કરવામાં આવ્યા બાદ તરત જ લગ્ન કરી શકે છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રભાસના લગ્ન અમેરિકાના એક બિઝનેસમેનની પુત્રી સાથે થનાર છે. જો કે આ સંબંધમાં કોઇ નક્કર માહિતી મળી શકી નથી. થોડાક દિવસ પહેલા પ્રભાસે કહ્યુ હતુ કે પ્રભાસના લગ્નને વહેલી તકે કરી દેવામાં આવનાર છે.

સાહો એક એક્શન થ્રીલર ફિલ્મ છે. જે હવે ૩૦મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપુર લીડ રોલમાં છે. મલ્ટીસ્ટાર ફિલ્મ છે. ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ , મુરલી શર્મા, ચંકી પાન્ડે, મન્દિરા બેદીનો સમાવેશ થાય છે. ફિલ્મમાં ટુકાં રોલમાં મહેશ માંજરેકર પણ નજરે પડનાર છે. ફિલ્મના ગીતો પહેલાથી જ સુપર હિટ સાબિત થઇ રહ્યા છે. આવી સ્થિતીમાં ફિલ્મને લઇને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

 

Share This Article