વરૂણ ધવન સાથે અનુષ્કા શર્મા જોડી જમાવવા તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : યુવા પેઢીમાં લોકપ્રિય સ્ટાર વરૂણ ધવન અને અનુષ્કા શર્માની જોડી હવે પ્રથમ વખત ચમકાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. યશરાજ ફિલ્મના નવા પ્રોડક્શન સુઇ ધાગામાં બન્ને કામ કરી રહ્યા છે.  આ ફિલ્મનુ નિર્દેશન શરત કટારિયા દ્વારા કરવામાં આવી રહ્યુ છે. કાટારિયા વિતેલા વર્ષોમાં દમ લગા કે હઇસા નામની ફિલ્મ બનાવી ચુકયા છે.

મનીષ શર્મા આ પ્રોજેક્ટને હાથ ધરનાર છે. વરૂણે આ સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે કે ગાંધીજીથી લઇને મોદી સુધી અમારા દેશના તમામ નેતા મેઇડ ઇન ઇન્ડિયાનો મંત્ર આપી રહ્યા છે ત્યારે સુઇ ધાગા સાથે જોડાઇને તે ગર્વ અનુભવ કરી રહ્યો છે. આ ફિલ્મ સાથે તે લાખો ચાહકો સુધી ખાસ પ્રકારના સંદેશાને લઇને જશે. વરૂણે કહ્યુ છે કે આ ફિલ્મ માટે યશરાજ સાથે જોડાઇને તે ભારે ખુશ છે. અનુષ્કા શર્મા પોતે પણ આ અસામાન્ય સ્ટોરીને લઇને આશાવાદી છે. આ સ્ટોરી એક આત્મનિર્ભર બનાવવા સાથે સંબંધિત છે. વરૂણની છેલ્લે જુડવા-૨ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.

આ ફિલ્મમાં તેની સાથે જેક્લીન અને તાપ્સી  હતી. આ ઉપરાંત પણ વરૂણ પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. વરૂણ અને અનુષ્કા અભિનિત ફિલ્મનુ શુટિંગ હાલમાં ધીમી ગતિથી ચાલી રહ્યુ છે. જ્યારે આ ફિલ્મનુ શુટિંગ વહેલી તકે પૂર્ણ કરીને ફિલ્મને ગાંધી જયંતિ ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. વરૂણ પોતાની અન્ય ફિલ્મોને લઇને પણ વ્યસ્ત રહ્યો છે. વરણ ધવનને બોલિવુડમાં સૌથી આસાસ્પદ સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તેની પાસે અન્ય કેટલીક મોટી ફિલ્મો પણ રહેલી છે.

Share This Article