સગાવાદનો ક્યારેય સામનો કર્યો જ નથી : અનુષ્કા શર્મા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  બોલિવુડમાં હાલ મીટુ અભિયાનને લઇને જુદા જુદા લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે અનુષ્કા શર્મા દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભાઇ ભત્રીજાવાદને લઇને હાલમાં છેડાયેલા વિવાદમાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કુદી પડી છે. અનુષ્કા શર્માએ પોતાની ટિપ્પણી કરતા કહ્યુ છે તે તેને તેના એક દશક લાંબી કેરિયરમાં ક્યારેય ભાઇ ભત્રીજાવાદ અથવા તો સગાવાદની સ્થિતીનો સામનો કરવો પડ્યો નથી. તેનુ કહેવુ છે કે તેને બહારની હોવા છતાં આવા અનુભવ થયા નથી. હાલમાં આ મુદ્દે કરણ જાહર અને કંગના રાણાવત વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

કંગના રાણાવતે આ મુદ્દો છેડી દીધા બાદ હવે તકલીફ વધી રહી છે. વરૂણ ધવન સહિતના કેટલાક કલાકારોએ પણ પોતાની પ્રતિક્રિયા આ મામલે આપી છે. તેમના ટોક શો વેળા આ મુદ્દો સપાટી પર આવ્યો હતો. વર્ષ ૨૦૦૮માં બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી અનુષ્કા શર્માએ કહ્યુ છે કે બોલિવુડમાં કુશળતા ધરાવનાર તમામ લોકોનુ સ્વાગત છે. આદિત્ય ચોપડાની રબને બના દી જાડી ફિલ્મ સાથે અનુષ્કાએ બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી છે પરંતુ આવી Âસ્થતી તેની સામે આવી નથી.

૨૯ વર્ષીય અભિનેત્રી છેલ્લે વરૂણ ધવનની સાથે સુઇ ધાગા નામની ફિલ્મમાં નજરે પડી હતી. અનુષ્કા શર્મા બોલિવુડમાં પોતાની સ્થિતી મજબુત બનાવી ચુકી છે. સાથે સાથે તે પોતાના પ્રોડક્શન હેઠળ પણ ફિલ્મ બનાવી રહી છે. વિરાટ સાથે સંબંધના લીધે પણ તે લોકપ્રિય છે.

Share This Article