‘પરી’નું ટ્રેલર થયુ રીલીઝ, કંપાવી દેશે અનુષ્કાનો ડરામણો અંદાજ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પોતાની ફિલ્મ પરીને લઇને અનુષ્કા શર્મા ચર્ચામાં છે. પરી સારી રીતે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. હંમેશા લોકો પરીને લઇને કોઇપણ અપડેટની રાહ જોતા રહે છે. તો હવે રાહ જોયા બાદ સમય આવી ગયો છે પરીના ટ્રેલરને માણવાનો, જે હાલમાં જ રીલીઝ કરવામાં આવ્યું છે.

આ ટ્રેલરમાં જોઇએ તો અનુષ્કા ખૂબ જ ડરેલી દેખાઇ રહી છે અને મદદ માટે પોકાર કરી રહી છે. ત્યારબાદ તેની મુલાકાત પરમબ્રતા ચેટર્જી સાથે થાય છે અને તે તેની મદદ માટે આગળ આવે છે પરંતુ પરમબ્રતાના પરીવારજનો અનુષ્કા બાબતે દૂર રહેવાનું કહે છે. અંતે તે અનુષ્કાને મદદ કરવાનો નિર્ણય કરે છે.

૧ મિનિટ ૩૪ સેકન્ડના આ ટ્રેલરમાં અનુષ્કા ક્યારેક બાલ્કનીની ધાર પર તો ક્યારેક છત પર ઉંધી લટકતી જોવા મળે છે. આવા તો ઘણાંય સીન તમને જોવા મળશે, જે તમને કંપાવી દે છે. આ ટ્રેલર જોઇને લાગી રહ્યું છે દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી શકે છે.

જુઓ પરીનું ટ્રેલર

Share This Article