પ્રભાસ બાહુબલીની સફળતા બાદ ઘરે ઘરે જાણીતું નામ બની ગયું છે. બોક્સઓફિસના દરેક રેકોર્ડ તોડ્યા બાદ પ્રભાસને ૬૦૦૦થી વધુ લગ્નના પ્રસ્તાવ આવ્યા હતા. ૩૮ વર્ષનો પ્રભાસ હાલ તેની આગામી ફિલ્મ સાહોની શૂટિંગમાં વ્યસ્ત છે. સાહો ફિલ્મમાં જોરદાર એક્શન સિન છે અને તે દરેક સ્ટન્ટ પ્રભાસ પોતે કરી રહ્યો છે. તેણે કોઇ બોડી ડબલનો સહારો નથી લીધો. થોડા વર્ષો પહેલા તેની એક સર્જરી કરવામાં આવી હતી.
અનુષ્કા શેટ્ટી સાહોના સેટ પર આવી હતી અને બધી સુવિધા બરાબર છે કે નહી તેણે જાતે ચકાસ્યુ હતું. એક કેરિંગ ગર્લફ્રેન્ડની જેમ પ્રભાસને સલાહ પણ આપી હતી કે, પોતાનું ધ્યાન રાખે અને વધારે હાર્ડ સ્ટન્ટ ના કરે.
અનુષ્કા પ્રભાસની ખૂબ કેર કરે છે, બાહુબલી સિવાય પ્રભાસ અને અનુષ્કા બિલ્લા અને મિર્ચી જેવી ફિલ્મોમાં પણ સાથે દેખાઇ ચૂક્યા છે. બંને ફિલ્મમાં અનુષ્કા અને પ્રભાસની કેમેસ્ટ્રી જ તેમના ફેન્સ માટે યુએસપી રહી છે. પ્રભાસ અને અનુષ્કાના ફેન્સ ઇચ્છે છે કે તે આ વર્ષે લગ્ન કરી લે. હવે પ્રભાસ અને અનુષ્કા તેમના જીવન વિષે શું વિચારે છે તે ફક્ત એ જ જણાવી શકે તેમ છે.