ફ્રાન્સના દિગ્ગજ ફુટબોલ સ્ટાર એન્ટોની ગ્રીઝમેનની ફુટબોલની દુનિયામાં જોરદાર બોલબાલા દેખાઇ રહી છે. તે હજુ પણ જોરદાર દેખાવ કરી રહ્યો છે. પોતાની ટીમ ફ્રાન્સ તરફથી જોરદાર દેખાવની સાથે સાથે તે છેલ્લા પાંચ વર્ષથી એટલેન્ટકો તરફથી જોરદાર રમત રમી રહ્યો છે. તે આ ટીમ સાથે રમતા કુલ ૧૩૩ ગોલ કરી ચુક્યો છે. ૯૪૨ કરોડ રૂપિયામાં ગ્રીઝમેન હવે બાર્સિલોનામાં જોડાઇ રહ્યો છે. આની સાથે જ કરોડો ચાહકોને હવે ગ્રીઝમેન અને મેસ્સીની જાડી સાથે રમતા નજરે પડનાર છે. એટલેન્ટિકો મેડ્રીડના સ્ટ્રાઇકર ગ્રીઝમેને હવે બાર્સિલોનામાં જોરદાર દેખાવ કરવા માટેની તૈયારી કરી છે.
દુનિયામાં ફુટબોલ ચાહકોની નજર શક્તિશાળી બાર્સિલોના પર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે ટીમમાં હવે દુનિયાના બે શક્તિશાળી ખેલાડી રમનાર છે. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લયોનેલ મેસ્સી પહેલાથી જ આ ક્લબમાં રમી રહ્યો છે. હવે આ સૌથી અમીર ક્લબો પૈકીની એકમાં ગ્રીઝમેન પણ જોડાઇ ગયો છે. વિશ્વમાં તેની જોરદાર લોકપ્રિયતા ધરાવતા ગ્રીજમેને સોશિયલ મિડિયામાં પોતાના ચાહકોને પ્રતિક્રિયા આપતા આભાર માન્યો છે. સોશિયલ મિડિયા મારફતે પોસ્ટ કરીને ગ્રીઝમેને કહ્યુ છે કે કોચ ડિયેગો શિમોન અને ક્લબના કેટલાક લોકો સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્રીઝમેને કહ્યુ હતુ કે તેઓ પહેલી જુલાઇથી બાર્સિલોના સાથે જોડાઇ જનાર છે. ગ્રીઝમેને કહ્યુ છે કે તે નવા પડકારોને પહોંચી વળવા માટે તૈયાર છે. જા કે આ પડકારો સરળ નથી. જો કે તે સમયની જરૂરિયાત દેખાઇ રહી છે. તેનુ કહેવુ છે કે તેને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભરપુર પ્રેમ આપનાર તમામ લોકોનો આભાર માન્યો છે. ફ્રાન્સના મેકોનમાં જન્મેલા ગ્રીઝમેને પોતાની રાષ્ટ્રીય ટીમ ફ્રાન્સ તરફથી રમતા ૨૮ ગોલ કર્યા છે. ગોલ જેટલા પ્રમાણમાં કર્યા છે તેના કરતા તે વધારે કુશળ ખેલાડી છે. ગ્રીઝમેને હજુ સુધી ફ્રાન્સ તરફથી ૬૯ મેચ રમી છે. તમામ ચાહકો સારી રીતે જાણે છે કે ગ્રીઝમેને ગયા વર્ષે જુન મહિનામાં એટલેન્ટકો સાથે કરાર કર્યો હતો. આ ક્લબ સાથે પાંચ વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે પાંચ વર્ષ સુધી આ ટીમ સાથે રહી શક્યો નથી. હવે શનિવારના દિવસે સ્પેનિશ લીગમાં થનાર મેચ તેની આ ક્લબ તરફથી તેની છેલ્લી મેચ રહેશે. ગ્રીઝમેનના કરારમાં ૧૨ કરોડ યુરો અથવા તો ૯૪૨ કરોડ રૂપિયાની રકમ જોડાયેલી છે.
એમ માનવામાં આવે છે કે એફસી બાર્સિલોના આ જંગી અને મહાકાય રકમની ચુકવણી કરવા માટે તૈયાર છે. કારણ કે ગ્રીઝમેન હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેની જોડી મેસ્સી સાથે કેવી રહે છે તેના પર ચાહકોની નજર રહેશે. તેની સાથે અન્ય સ્ટાર ખેલાડી પણ આ ક્લબમાં રમી રહ્યા છે. જેમાં સુવારેઝનો સમાવેશ થાય છે. તમામ ચાહકો આ બાબત પણ સારી રીતે જાણે છે કે ગ્રીઝમેને એટલેન્ટકો તરપથી ૨૫૬ મેચો રમી છે. જેમાં તે ૧૩૩ ગોલ કરી ચુક્યો છે. એટલેન્ટિકો સાથે તે વર્ષ ૨૦૧૪માં જોડાયો હતો. ફ્રાન્સની ફુટબોલ ટીમના સૌથી ધરખમ ખેલાડી તરીકે તેને ગણવામાં આવે છે. છેલ્લા વર્લ્ડ કપમાં ગ્રીઝમેને ચાર ગોલ પોતાની ટીમ તરફથી કર્યા હતા. ફ્રાન્સને વર્લ્ડ કપમાં વર્ષ ૨૦૧૮માં વિજેતા બનાવવામાં તેની ભૂમિકા ચાવીરૂપ રહી હતી. નિર્ણાયક ક્ષણોમાં તે ગોલ કરવામાં જાણીતો રહ્યો છે. શરૂઆતમાં તે સ્પેનમાં રમતો હતો જેથી તેની નોંધ લેવામાં આવી ન હતી. ફ્રાન્સની રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ કરી ગયા બાદ અનેક મોટી સફળતા અપાવી છે. આધુનિક સમયમાં વિશ્વના ટોપના ફુટબોલર અને ડિફેન્ડરોમાં તે સ્થાન ધરાવે છે.