કુડાસણમાં કચરા પેટીમાં આગ લગાડતા અસામાજિક તત્ત્વો હરકતો થઇ સીસીટીવીમાં કેદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ન્યૂ ગાંધીનગર વિસ્તારના કુડાસણમાં આવેલી કાનમ સોસાયટી આગળ મુકવામાં આવેલી કચરાપેટીમાં આગ લગાડવાના બનાવ સીસીટીવી કેદ થયા છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની હરકતો સામે આવતા સોસાયટીના રહીશો દ્વારા પણ આવા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

ગાંધીનગર શહેરમાં રાત્રીના સમયે અસામાજિક તત્ત્વો બિલાડીના ટોપની જેમ બહાર નિકળે છે. ખુ્‌લ્લા રોડ રસ્તાઓ ઉપર બેફામ વાહન ઉપર સ્ટંન્ટ કરતા બાઇકર્સના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. સિનિયર સિટીઝન પાસેથી નિકળતા સમયે મોટો અવાજ કરવાના કારણે અનેક મુસીબતો ઉભી થઇ શકે છે.

હવે સોસાયટી બહાર મુકવામાં આવેલી કચરાપેટીમાં આગ લગાડનારા તત્ત્વો જોવા મળી રહ્યા છે. સોસાયટીના સ્થાનિક લોકો કહી રહ્ય છેકે, આ પ્રકારની હરકત કરવાથી શુ આનંદ આવતો હશે ?. રાત્રીના સમયે કચરામાં આગ લગાડનારા તત્ત્વો અન્ય કોઇ જગ્યાએ પણ નુકસાન કરી શકે છે. ત્યારે રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારી અડધી રાત સુધી રખડતા લુખ્ખા તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Share This Article