અન્ટાર્કટિકાથી હવે જળપ્રલય આવવામાં વધારે સમય ગાળો રહ્યો નથી. વિશ્વભરના વૈજ્ઞાનિકો જુદા જુદા ક્ષેત્રમાં અભ્યાસ કરવામાં લાગેલા છે પરંતુ આ જળપ્રલયને રોકવામાં તેમને સફળતા મળે તેમ માનવા માટે કોઇ કારણ નથી. કારણ કે જે ગતિથી સ્થિતી બદલાઇ રહી છે તે ખતરનાક સ્થિતી તરફ સંકેત આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અન્ટાર્કટિકાના વિશાળ થ્વેટ્સ ગ્લેશિયર હવે એ વિસ્ફોટક સ્તર પહોંચવાની તૈયારીમાં છે જેના બાદ દરિયાઇ સપાટી ૨૦ ઇંચ સુધી વધી જવાથી કોઇ રોકી શકે તેમ નથી. જો આવુ થશે તો દુનિયાભરના દેશોના દરિયાઇ કાઠા પર આવેલા વિસ્તારના ભુગોળ હમેંશા માટે બદલાઇ જશે. એક ચિંતાજનક અભ્યાસમાં દાવો કરવામા આવ્યો છે કે હવે આવી સ્થિતી સર્જાવવામાં વધારે સમય રહ્યો નથી.
આ સમય માત્ર ૧૫૦ વર્ષ પછી આવી શકે છે. સમગ્ર ગ્લેશિયર એવી અસ્થિરતા તરફ વધે છે જેથી ચિંતા થાય તે સ્વાભાવિક છે. ગ્લોબલ વો‹મગના પૂર્વના સ્તરથી હાલમાં દરિયાઇ સપાટી આઠ ઇંચ ઉપર છે. સાથે સાથે દુનિયાભરમાં દરિયા કાઠાના વિસ્તારોમાં પુર આવવા માટે આને જ મોટા ભાગે જવાબદાર ગણવામાં આવે છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે કિનારાના વિસ્તારોમાં હિમના વિસ્તારો સંકુચિત થઇ રહ્યા છે. હિમમાં તિરાડો પડી રહી છે. દરિયાની સપાટી પર નવા હિમખંડોનુ નિર્માણ થઇ રહ્યુ છે. અસ્થિરતાની જો શરૂઆત થઇ જશે તો રોકવા માટેની બાબત ખુબ મુશ્કેલરૂપ બની જશે. અભ્યાસમાં ભાગ લેનાર ડોક્ટર એલેક્સ રોબેલ જે જ્યોર્જિયા ઇન્સ્ટીટ્યુટમાં વિજ્ઞાન પ્રોફેસર છે તેમના કહેવા મુજબ જો તમે આ ગ્લેશિયરની અસ્થિરતા માટે કારણ બનો છો તો પછી આપને આવુ કરવા માટે તાપમાનને વધારે વધારી દેવાની કોઇ જરૂર પડશે નહીં. ત્યારબાદ ગ્લેશિયર તો જાતે જ ઓગળવાની પ્રક્રિયામાં રહેશે. આ જ કારણ ચિંતાનુ પણ છે. દુનિયાના દેશો હાલમાં આ પ્રક્રિયાને રોકવા માટે વિવિધ પગલા લેવા પર કામ કરી રહ્યા છે. જળ પ્રલયની સ્થિતી સર્જાઇ શકે છે તેવી ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ દુનિયાના દરિયા કાઠાના વિસ્તારોમાં રહેતા લોકોની તકલીફમાં વધારો થઇ શકે છે. જો કે આને રોકવા માટે પહેલ અને પ્રયોગો સફળ રહેશે કે કેમ તે અંગે હાલમાં વાત કરવી સરળ નથી. ગ્લોબલ વો‹મગના કારણે દુનિયાના દેશો હાલમાં પરેશાન થયેલા છે.
આના કારણે કુદરતી હોનારતોનો દોર ચાલી રહ્યો છે.દુનિયાના દેશોમાં કોઇને કોઇ જગ્યાએ પુર અને વધારે વરસાદની સ્થિતી સર્જાઇ રહી છે. કેટલીક જગ્યાએ દુકાળની સ્થિતી સર્જાઇ રહી છે. વાવાઝોડાના કારણે દુનિયાના દેશોમાં ભારે નુકસાન થઇ રહ્યુ છે. અમેરિકા અને યુરોપના દેશો પણ ગ્લોબલ વો‹મગથી ગ્રસ્ત થઇ રહ્યા છે. ગ્લોબલ વો‹મગની સામે અમેરિકા અને ભારત સહિતના દુનિયાના દેશો બેઠકો કરી રહ્યા છે. આની અસરને ઘટાડી દેવા માટે શુ કરવામાં આવે તે દિશામાં પહેલાથી જ રૂપરેખા તૈયાર કરવામાં આવી ચુકી છે. દુનિયાના દેશો આ તમામ ધારાધોરણને પાળી પણ રહ્યા છે.
જો કે આને લઇને ઉદાસીનતા હજુ પણ રહેલી છે. અન્ટાર્કટિકાથી જળપ્રલયની સ્થિતી સર્જાઇ શકે છે તેવા દાવા અભ્યાસમાં કરવામાં આવ્યા બાદ આ દિશામાં વધારે અભ્યાસની કામગીરીમાં વૈજ્ઞાનિકો લાગી ગયા છે. દરિયા કાઠાના વિસ્તારોની સુરક્ષા કઇ રીતે કરવામાં આવે તેને લઇને પગલા લેવામાં આવી રહ્યા છે. અન્ટાર્કટિકાને લઇને વિતેલા વર્ષોમાં પણ જુદા જુદા અભ્યાસ કરવામા આવી ચુક્યા છે. અહીં પ્રયોગ માટે પણ કેટલાક નિષ્ણાંતો વારંવાર પહોંચતા રહે છે. ગ્લેશિયર ખાતે હાલમાં જે સ્થિતી રહેલી છે તેને લઇને વૈજ્ઞાનિકો અભ્યાસમાં લાગેલા છે. દરિયાઇ સપાટીમાં જો ચિંતાજનક રીતે વધારો થશે તો દરિયા કાઠા પર આવેલા દેશોના અસ્તિત્વની સામે ગંભીર ખતરો ઉભો થઇ જશે. આ એક કડવી વાસ્તવિકતા છે.