મુસ્લિમ સમુદાયને રાજી કરવાની રાજકીય ગરમી હાલમાં ચરમસીમા પર છે ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ પુરૂષોને પ્રભાવિત કરવાની વધુ એક શરમજનક ચાલ રમી કાઢી છે. પાર્ટીના લધુમતિ અધિવેશનમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે કહ્યુ હતુ કે જા વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો ત્રિપલ તલાક કાનુનને ખતમ કરી દેવામાં આવશે. ખુબ હેરાની થઇ છે કે એક મહિલા થઇને તે ઇસ્લામના નામ પર મહિલા અધિકારોનો ભંગ કરી રહ્યા છે. અધિકારોના ભંગ કરનાર લોકોની જેમ તેઓ વાત કરી રહ્યા છે. રાજનીતિ પોતાની જગ્યાએ છે. પરંતુ માત્ર વોટ મેળવી લેવાના હેતુથી ધર્મની વ્યક્તની મહિલાઓ સાથે થતા અન્યાયને રોકવાની વાત કરવાના બદલે કાનુનને દુર કરવાની વાત કરવામાં આવી રહી છે.
આ પ્રકારની વાત કઇ રીતે તર્કસંગત હોઇ શકે છે. પાકિસ્તાન જેવા કટ્ટર ઇસ્લામિક દેશમાં પણ વર્ષો પહેલા ત્રિપલ તલાક બિલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જા કે કમનસીબ બાબત એ છે કે ભારત જેવા લોકશાહી દેશમાં એક રાષ્ટ્રીય પાર્ટી આ બાબતને લઇને વોટ માંગી રહી છે કે તેઓ મહિલાઓના શોષણને રોકવા માટે ભૂમિકા અદા કરનાર કાનુનને ખતમ કરી દેશે. એટલે કે પુરૂષોને મહિલાઓના શોષણની તક મળી જશે. ખાસ બાબત એ છે કે મંદિરોમાં એન્ટ્રી કરવા માટે મુસ્લિમ મહિલાઓને ઉભી કરનાર મહિલા અધિકારોની વાત કરવાના બદલે કોંગ્રેસ પાર્ટીના ટોપ નેતાઓ મૌન રહ્યા છે. કોઇ પાર્ટી ખુલ્લી રીતે મહિલાઓના શોષણનો રસ્તો ખોલે છે છતાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સાઇપ્રસ, જાર્ડન, અલ્જીરિયા, ઇરાન, મોરક્કો અને યુએઇ જેવા દેશોમાં પણ ત્રિપલ તલાક પર પ્રતિબંધ છે. સિરિયામાં વર્ષ ૧૯૫૩માં કાનુન બનાવવામાં આવ્યુ કે જજની સામે ત્રિપલ તલાકને કાયદેસર ગણવામાં આવે છે. બાંગ્લાદેશમાં પણ ત્રિપલ તલાક પર પ્રતિબંધ છે. ઇજિપ્ત, સુડાન અને શ્રીલંકા જેવા દેશોમાં મુસ્લિમ માટે તલાકને લઇને આદર્શ કાનુન બનાવવામાં આવ્યા છે. અફગાનિસ્તાનમાં એક સાથે ત્રિપલ તલાક કહીને તલાક લેવાની બાબત ગેરકાનુની છે. ઇન્ડોનેશિયામાં બીજા નિકાહ અને તલાક માટે ધાર્મિક કોર્ટની મંજુરી લેવાની જરૂર હોય છે.
અલ્જેરિયામાં પુરૂષ દ્વારા તલાકના એકતરફી અધિકારને ખતમ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાં તલાકના મામલામાં કોર્ટ મારફતે ઉકેલ લાવવામાં આવે છે. ટ્યુનેશિયામાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. તુર્કીમાં એકથી વધારે નિકાહ કરવા પર બે વર્ષની સજા કરવામાં આવે છે. જા કે ભારતમાં જ્યારે ત્રિપલ તલાકની વાત કરવામાં આવે ત્યારે પુરૂષોના અધિકારની વાત કરીને કેટલાક શુભેચ્છકો ઉભા થઇ જાય છે. વાસ્તવિકતા એ છે કે ત્રિપલ તલાક મુસ્લિમ મહિલાઓના મૌલિક અધિકારને મુસ્લિમ પુરૂષોના હાથમાં ગિરવે મુકીને માનસિક શોષણ કરવામાં આવે છે. ભારતમાં મુસ્લિમ મહિલાઓ સાથે ક્રુરતાથી શોષણ કરવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીએ ક્રુરતાને યોગ્ય તરીકે ગણાવીને કોંગ્રેસ પાર્ટીએ સાબિતી આપી દીધી છે કે તે વોટરને હાંસલ કરવા માટે કોઇ પણ સ્તર સુધી પહોંચી શકે છે.
ગઇકાલ સુધી જનેઉ પહેરીને ટેમ્પલ રન કરનાર રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી એ બાબત પણ કહી શકે છે કે જા તેમની સરકાર આવશે તો અયોધ્યામાં બાબરી મસ્જિદ પણ બનાવીને આપશે. જા કોંગ્રેસ પાર્ટી આવી વાત કરશે તો પણ કોઇને આશ્ચર્ય થશે નહીં. પાકિસ્તાનમાં પણ ૧૯૬૧માં તલાક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સિરિયામાં વર્ષ ૧૯૫૩માં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જુદા જુદા દેશોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં ભારતમાં હજુ આને લઇને વિરોધની સ્થિતી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે જુદી જુદી પાર્ટી તમામ લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસમાં છે પરંતુ હાલમાં કોંગ્રેસ દ્વારા હવે ત્રિપલ તલાક કાનુનને ખતમ કરવાની વાત કરીને એક નવી ચર્ચા છેડી દીધી છે. કોંગ્રેસ પાર્ટી હાલમાં કોઇ પણ મુદ્દા ચગાવી શકે છે.