અમેરિકાના વર્જિનિયામાં ફાયરિંગ, મૂળ મહેસાણાના કનોડા ગામના વતની પિતા-પુત્રીનું મોત

Rudra
By Rudra 1 Min Read

વર્જિનિયા અમેરિકામાં ફાયરીંગની ઘટનાઓમાં વધારો થયો છે જે ખૂબ ગંભીર બાબતે છે ત્યારે વર્જિનિયામાં ૨ ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મોલમાં પિતા-પુત્રીને ૨ દિવસ પહેલા એક શખ્સ દ્વારા માથાના ભાગમાં ગોળી મારવામાં આવી હતી.

મોલમાં આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી પુત્રીને ૨ દિવસ સુધી સારવાર માટે આઈસીયુમાં દાખલ રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદ સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત થયું છે. તમને જણાવી દઈએ કે આ બંને પિતા-પુત્રી મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની છે. મૃતક પ્રદીપ રતિલાલ પટેલ અને તેમની દીકરીનું અમેરિકાના વર્જિનિયામાં ફાયરિંગની ઘટનામાં મોત થયું છે, હાલમાં આ સમગ્ર મામલે વર્જિનિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

Share This Article