અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, કારે પાછળથી ટક્કર મારી માતા-પુત્રને હવામાં ફંગોળ્યા

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદમાં દરરોજ કૂદકે ને ભૂસકે અકસ્માતનો આંકડો વધતો જાય છે. સુખી ઘરના નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરીને રોડ પર જતાં નિર્દોષને ઉડાવી રહ્યા છે, જેના લીધે ઘણીવાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ કિસ્સો તાજેતરમાં ગોતા વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ નજીક ન્યૂ સાયન્સ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ છે. જેના સીસીટીવી જોઇને રૂવાડાં ઊભા થઇ જશે. આ સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે પરિવારના ત્રણ સભ્યો બાળક, મહિલા અને પુરૂષ રસ્તા પર પસાર થઇ રહ્યા હોય છે, તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી કાર ટક્કર મારીને માતા-પુત્રને ઉડાવી છે. આ અકસ્માતમાં મહિલા અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, રવિવારે (15મી સપ્ટેમ્બર) રણજીતસિંહ (ઉં.વ. 38) તેમના પત્ની જવુબેન (ઉં.વ.38) અને દિકરો પ્રતિરાજ સિંહ (ઉં.વ.12)  ઉમિયા સર્કલથી ન્યૂ સાયન્સ સીટી રોડ શ્રીજી પાર્ટી પ્લોટ તરફ રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક કાર પૂરપાટે તેમના તરફ આવી હતી અને તેમની પત્ની અને દિકરાને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાળક અને મહિલા કારની નીચે આવી ગયા હતા. રણજીતસિંહે દિકરો પ્રતિરાજને જેમ તેમ કરીને કારની નીચેથી બહાર કાઢ્યો હતો.

Share This Article