સોશિયલ મિડીયા પોસ્ટમાં નામ આપ્યા વિના કોમેન્ટ કરી કંગના રણોતનો વધુ એક વિવાદ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કંગના રણોત બોલિવૂડની સેલિબ્રિટી પર નિશાન સાધીને વિવાદોમાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા દ્વારા તે મોટાં મોટાં સ્ટાર્સની ટીકા કરવામાં પાછળ નથી પડતી. આ વખતે તેણે બોલિવૂડનાં સ્ટાર કપલ પર નિશાન સાધ્યું છે. જો કે તેણે તેમનું નામ નથી આપ્યું પણ આ કપલનાં વિદેશ પ્રવાસની વાત કરી છે. કંગનાએ જણાવ્યું કે, “આ ટ્રિપમાં પત્ની અને પુત્રી નહોતાં ગયા.” ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રણબીર કપૂર માતા નીતુનાં જન્મદિવસે લંડન ગયો હતો, જ્યારે આલિયા ભટ્ટ અને દીકરી રાહા ભારતમાં જ હતા.  કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબી પોસ્ટમાં લખ્યું છે- “એક નકલી પતિ-પત્ની અલગ અલગ ફ્લોર પર રહે છે. કપલ હોવાનો દેખાડો કરે છે. ફિલ્મ એનાઉન્સમેન્ટનાં નકલી સમાચારો ફેલાવે છે, જે બનતી નથી. વળી એક બ્રાન્ડને પોતાની બ્રાન્ડ બતાવે છે. પણ કોઇએ એમ ન લખ્યું કે પત્ની અને દીકરી ફેમિલી ટ્રિપ પર નહોતા ગયા.”

કંગનાએ આગળ લખ્યું છે, “કહેવાતો પતિ મને મળવા માટે વિનવણી કરતો હતો. આ નકલી જોડીને એક્સ્પોઝ કરવાની જરૂર છે. આવું ત્યારે જ થાય જ્યારે તમે ફિલ્મનાં પ્રમોશન, પૈસા અને કામ માટે લગ્ન કરતા હોવ, પ્રેમ માટે નહીં. આ એક્ટરનાં માફિયા ડેડીએ મુવી ટ્રાયોલોજીનો દાવો કર્યો હતો. તેનાં પ્રેશરમાં પાપાની પરી સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ ટ્રાયોલોજી બંધ થઈ ગઈ છે અને હવે તે આ ફેક મેરેજથી છુટકારો મેળવવા માંગે છે. પણ તેનાં માટે આ દુઃખદ છે. તેણે પોતાની પત્ની અને પુત્રી પર ફોકસ કરવું જોઇએ. આ ઇન્ડિયા છે. અહીં એક વાર લગ્ન થઇ ગયા તો થઈ ગયા. હવે સુધરી જાવ.”

કંગનાની ઉપરોક્ત પોસ્ટ તેનાં એક નવા પ્રોજેક્ટ અંગે નેગેટિવ મિડીયા કવરેજનાં અનુસંધાનમાં આવી હતી. એક મેગા પ્રોજેક્ટ અંગે અહિંસા એન્ટરટેઇનમેન્ટે શેર કરેલી પોસ્ટનાં કોમેન્ટ સેક્શનમાં મોટા ભાગનાં ફેન્સે સર્વાનુમતે કહ્યું કે, ફિમેલ લીડમાં કંગના છે. જવાબમાં કંગનાએ સમાન હેડલાઇન્સ ધરાવતા બે આર્ટિકલ શેર કર્યા. બંનેમાં તેની આગામી ફિલ્મ વિજય સેથુપતિ સાથે હોવાનું જણાવાયું હતું. નેટિજન્સે તેને ટ્રોલ કરતાં કંગનાએ વળતો જવાબ આપતા લખ્યું કે, “જ્યારે પણ હું કોઇ ફિલ્મની જાહેરાત કરવાની હોઉં ત્યારે આવા બલ્ક મેલ આવે છે જેમાં મને અને મારા કો-સ્ટારને અપમાનિત કરવામાં આવે છે. હું ચંગુ મંગુને એટલું જ કહી શકું કે, ક્યા જલી તુમ્હારી ક્યા જલી.”

અગાઉ, આ વર્ષનાં પ્રારંભમાં કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘ચંગુ મંગુ’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે રેડ્ડિટના યુઝર્સે જણાવ્યું હતું કે કંગના રણબીર-આલિયાની વાત કરી રહી છે.  કંગનાની આગામી ફિલ્મ ૨૦ ઓક્ટોબરનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તે એરફોર્સ પાયલટની ભૂમિકા ભજવી રહી છે. 

Share This Article