દેશના બીજા મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે જેમણે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યું

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ગુરૂવારે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત સાબિત કરવાનો હતો. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપેલા બહુમત પરીક્ષના નિર્દેશ પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટેમાં રાજ્યપાલના ર્નિણય પર ફ્લોર ટેસ્ટ ટાળવાને લઈને શિવસેનાએ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીની સાથે વિધાન પરિષદના સભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધન પહેલા પોતાના પિતા બાલાસાહેબ ઠાકરેને પણ યાદ કર્યા હતા. 

ઠાકરેએ કહ્યુ કે અમે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરી દીધુ. તેમણે કહ્યું કે, અમારી સરકારે સતત લોકો માટે કામ કર્યું. મુખ્યમંત્રીએ રાજ્યપાલનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે કાલે થનારા ફ્લોર ટેસ્ટનો કોઈ મતલબ નથી. કોની પાસે કેટલી સંખ્યા છે તેનાથી મારે કોઈ લેવાદેવા નથી.  મુખ્યમંત્રીએ કહ્યું કે જેને મોટા કર્યા તે મારૂ પાપ છે અને હું તે પાપનો આજે ભોગ બની રહ્યો છું. મને મુખ્યમંત્રી પદ છોડવાનું કોઈ દુખ નથી. ઉદ્ધવે કહ્યું કે, હું ઈચ્છતો નથી કે શિવ સૈનિક રસ્તા પર ઉતરે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ સંજય રાઉતે ટ્‌વીટ કરીને કહ્યું કે, આ અગ્નિ પરીક્ષાનો સમય છે.  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, જે પણ સારૂ લાગે છે, તેને નજર લાગી જાય છે. તેમના તરફથી તે વાત પર દુખ વ્યક્ત કરવામાં આવ્યું કે, જે અમારા હતા, તેણે સાથ આપ્યો નહીં. અને જે તેને તે પોતાની સાથે માનતા નહોતા, તે અંત સુધી સાથે ઉભા રહ્યાં. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતના રાજકારણની લોખંડી મહિલા તરીકે પણ ઓળખાય છે. ૨૧ નવેમ્બર ૧૯૪૧ના રોજ જન્મેલા આનંદીબેનનું પ્રારંભિક શિક્ષણ ગામમાં જ થયું હતું. ચોથા ધોરણ પછી જે શાળામાં પ્રવેશ કર્યો તેમાં ૭૦૦ છોકરાઓ વચ્ચે એકમાત્ર છોકરી હતી. એથ્લેટિક્સના સારા ખેલાડી રહ્યા છે. આ માટે તેમને વીર બાલા એવોર્ડ મળ્યો હતો. આનંદીબેન પટેલે જાતે જ હાઈકમાન્ડને જણાવ્યું હતું કે આવનારી પેઢીને કામ કરવાનો મોકો મળવો જોઈએ. ૧૯૬૦માં વિસનગર કોલેજમાં અભ્યાસ કરતી વખતે તે કોલેજમાં સાયન્સની એકમાત્ર વિદ્યાર્થીની હતા. ૧૯૭૦માં તે પ્રાથમિક શાળાની શિક્ષિકા બન્યા. તેમને શ્રેષ્ઠ શિક્ષક માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો હતો. વર્ષ ૧૯૮૭માં તેમને “વીરતા પુરસ્કાર” મળ્યો.

હકીકતમાં એક વિદ્યાર્થીનીને ડૂબતી બચાવવા માટે તેમણે પોતે તળાવમાં કૂદી પડ્યા હતા. ૧૯૮૮માં આનંદીબેન ભાજપમાં જોડાયા હતા. તેમણે પ્રથમ વખત દુષ્કાળ પીડિતો માટે ન્યાય માંગવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ૧૯૯૪ માં આનંદીબેન પટેલે ચીનમાં ચોથી વિશ્વ મહિલા સંમેલનમાં ભારતનું નેતૃત્વ કર્યું. વર્ષ ૧૯૯૫માં જ્યારે શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં બળવો કર્યો ત્યારે તેમણે તે મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદી સાથે પાર્ટી માટે કામ કર્યું હતું. આ સાથે જ મોદી સાથેની નિકટતા વધતી ગઈ. જ્યારે તેઓ ૧૯૯૮માં ગુજરાત કેબિનેટમાં આવ્યા ત્યારે તેમણે શિક્ષણ અને મહિલા અને બાળ કલ્યાણ જેવા મંત્રાલયોનો હવાલો સંભાળ્યો હતો. તેઓ ૧૯૯૮થી ગુજરાતના ધારાસભ્ય બન્યા હતા. તેઓ ર્નિભય અને નિશ્ચયી મહિલા છે. મોદીના મુખ્યમંત્રી પદ દરમિયાન તે વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી બન્યા હતા. ૨૦૧૪ ના ટોચના ૧૦૦ પ્રભાવશાળી ભારતીયોમાં તેઓ સૂચીબદ્ધ રહ્યા છે.’મહારાષ્ટ્રના રાજનીતિમાં હાલ ભૂકંપની સ્થિતિ સર્જાયેલી છે. આખરે સોશિયલ મીડિયા એપ ફેસબુકના મારફતે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું છે. આની સાથે જ તેઓ દેશના બીજા એવા નેતા બન્યા છે, જેમણે સોશિયલ મીડિયા એપ ફેસબુકના માધ્યમથી રાજીનામું આપી દીધું છે. આવું કારસ્તાન કરનાર પહેલા મહિલા નેતા ગુજરાતના આનંદીબેન હતા. આનંદીબેન પટેલે ૧ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ ફેસબુક દ્વારા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જ્યારે આજે એટલે કે ૨૯ જૂન ૨૦૨૨ના રોજ મહારાષ્ટ્રની રાજનીતિ ડગમગાતા તેઓએ ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યું છે.

Share This Article