દુકાનમાં બેઠા બેઠા જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને ખુરશી પરથી નીચે ઢળી પડ્યો
જામનગર :સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે જામનગરમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત નિપજ્યુ છે. સુમિત પઢિયાર નામના યુવાનનુ હાર્ટ એટેકથી મોત થયું છે. યુવક પોતાની દુકાન પર બેઠો હતો ત્યારે છાતીમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયા. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં ૨૪ વર્ષીય સુમિત પઢિયાર નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. સુમિતને દુકાનમાં બેઠા બેઠા જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેઓ ખુરશી પરથી નીચે ઢળી પડ્યા હતા. ત્યારે દુકાનમાં ઢળી પડ્યાનો સુમિત પઢિયાનો વીડિયો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં મૃત જાહેર કરાયા હતા. સુમિત પઢિયારના હાર્ટ એટેકની સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more