અમદાવાદની અગ્રણી CBSE શાળા અનન્યા વિદ્યાલય દ્વારા આયોજિત એન્યુલ ફંકશન -કલર્સ ઓફ લાઇફનું શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું
ચાંદખેડા ખાતે શાળા કેમ્પસમાં આ એન્યુલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સરીથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રમુગ્ધ કરનાર પરફોર્મન્સ યોજાયા હતા. વિદ્યાર્થીઓએ એરિયલ આઉટ, કેચિંગ, કાર્ટવ્હીલિંગ અને અન્ય સાહસિક સ્ટન્ટ્સ કર્યા હતા. આ કાર્યક્રમમાં ૨,૪૦૦ જેટલા વાલીઓ અને શિક્ષકોએ ઉપસ્થિત રહ્યા હતા.
અનન્યા વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર વિરલ પટેલે જણાવ્યું હતું કે, અમે કોવિડને કારણે બે વર્ષના અંતરાલ બાદ એન્યુલ ફંકશનનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓએ ૨૦૧૯થી કોઈપણ સ્ટેજ ઈવેન્ટમાં પરફોર્મ કર્યું ન હતું અને તેઓને આવા લાઈવ પરફોર્મન્સ સાથે આવતા જોઈને ખૂબ આનંદ થયો.
એન્યુલ ફંકશનના દિવસને ખરેખર અદ્ભુત બનાવનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાના સખત મહેનત અને પ્રયત્નો માટે અમે આભારી છીએ.
અનન્યા વિદ્યાલયની સ્થાપના વર્ષ ૨૦૧૭માં કરવામાં આવી હતી. શાળામાં લગભગ ૧૪૫૦ વિદ્યાર્થીઓ છે જેમાંથી લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ એન્યુલ ફંકશનમાં ભાગ લીધો હતો. એક પરફોર્મન્સમાં એક જ સમયે સ્ટેજ પર 150 જેટલા વિદ્યાર્થીઓ હતા.
એન્યુઅલ ડે ફંક્શનની બીજી વિશેષતામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત અનન્યા ફૂડ કોર્નર હતી. સ્પોન્સર્સ લાવવાને બદલે શાળાએ સ્ટોલ ઉભા કર્યા જ્યાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોની મદદથી વિવિધ ખાદ્યપદાર્થો તૈયાર કર્યા. કાર્યક્રમ બાદ ખાદ્યપદાર્થો વ્યાજબી ભાવે વેચવામાં આવ્યા હતા.
“કોમર્સ વિદ્યાર્થીઓ દ્વારા તેમની શાળાના પ્રોજેક્ટના ભાગરૂપે ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ નફો વિવિધ કાર્યોમાં દાન કરવામાં આવશે. આ નવીન વિચાર માટે અમને અમારા વિદ્યાર્થીઓ પર ખરેખર ગર્વ છે,” શ્રીમતી પટેલે આગળ કહ્યું.
અનન્યા વિદ્યાલય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને શાળા વિદ્યાર્થીઓને રમતગમત, સંગીત, યોગ, રોલરસ્કેટિંગ, કલા, હસ્તકલા, માર્શલ આર્ટ્સ, ઘોડેસવારી જેવી એક્ટિવિટીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.