સેવાકીય ક્ષેત્રને ઓળખ આપવા માટે “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨”ની જાહેરાત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્યની ધરોહર સંસ્થાઓના સરંક્ષણ અને સ્વચ્છતા માટે કાર્યરત સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” જાહેર કરવામાં આવ્યો છે. “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” અંતર્ગત સ્થાનિક સ્તરે નીચે દર્શાવેલ પાંચમાંથી કોઈપણ સેવાકીય ક્ષેત્રે સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ અને ઓછા પ્રચલિત હોય તેવા વ્યક્તિ, સંસ્થા, સમુદાયની વિગતો અમોને આ સાથે સામેલ ફોરમેટમાં ભરીને મોકલી આપવા માટે જણાવવામાં આવ્યું છે. આ પુરસ્કાર પાછળ સંસ્થાનો  હેતુ સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરીમામયી સન્માન થાય તે રહેલો છે. સંસ્થાને આશા છે કે તેમના દ્વારા કરવામાં આવી રહેલો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી સાબિત થશે. 

જે પાંચ સેવાકીય સેવાકીય ક્ષેત્રને “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨”માં આવરી લેવામાં આવ્યા છે, તે નીચે મુજબ છે.

 ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ   

૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ

૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે)

૪) લેખન અને પ્રકાશન

૫) હેરીટેજ પ્રવાસન

એવોર્ડમાં ભાગ લેવા આ લીંક પર જઈ વિગતો મોકલી આપવી –

https://forms.gle/pLTmvwoA2Q7NQA2X7

Share This Article