અંકિતા લોખંડે આગામી વર્ષે લગ્ન કરશે : રિપોર્ટમાં દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : ટીવી સિરિયલની વધુ એક લોકપ્રિય સ્ટાર અંકિતા લોખંડે હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અંકિતા મણિકર્ણિકા ફિલ્મ સાથે બોલિવુડમાં પ્રવેશી રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કંગના રાણાવત અદા કરી રહી છે. જા કે આ ફિલ્મમાં અંકિતા લોખંડેની પણ ચાવીરૂપ ભૂમિકા છે. અંકિતાની પર્સનલ લાઇફને લઇને કેટલીક વિગત હવે સપાટી પર આવી રહી છે. વર્ષ ૨૦૧૬માં સુશાંત સિંહ રાજપુત સાથે તેની પ્રથમ ફિલ્મ આવી હતી. તે તે હાલમાં મુંબઇ સ્થિત બિઝનેસમેનના પ્રેમમાં છે. તે ટુંક સમયમાં જ વેપારી વિકી જૈન સાથે લગ્ન કરી શકે છે. બંને દ્વારા હજુ સધી લગ્નને લઇને કોઇ પ્રતિક્રિયા  આવી રહી નથી.

જો કે નજીકના લોકો કહી રહ્યા છે કે બંને લગ્ન કરી શકે છે. આગામી વર્ષની શરૂઆતમાં બંને લગ્ન કર શકે છે. બંનેના નજીકના લોકો લગ્નના હેવાલને સમર્થન આપી રહ્યા છે. સુત્રોએ કહ્યુ છે કે સુશાંત સાથે બ્રેક અપ થયા બાદ તે વિકીની સાથે મોટા ભાગે નજરે પડી છે. આ બંને કેટલીક પાર્ટીમાં સાથે નજરે પડ્યા હતા. કેટલાક હોલિડે સ્થળ પર પણ સાથે દેખાયા હતા.

તમામ મિત્રો આ સંબંધને લઇને આશાવાદી છે. અંકિતા બોલિવુડમાં જોરદાર રીતે એન્ટ્રી કરવા જઇ રહી છે. અંકિતા પહેલા મૌની રોય પણ બોલિવુડમાં જારદાર એન્ટ્રી કરી ચુકી છે. મૌની રોય તેની પ્રથમ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મમાં નજરે પડી હતી. હવે અંકિતા બોલિવુડમાં પ્રવેશ કરવા જઇ રહી છે. અંકિતાની ભૂમિકા મણિકર્ણિકામાં શાનદાર છે. તે કંગના રાણાવત સાથે નજરે પડનાર છે. ઝાંસીનવી રાણી લક્ષ્મીબાઇની લાઇફ પર આ ફિલ્મ બની રહી છે. બંનેના પરિવારના સભ્યો અંકિતાના આવાસ પર ચર્ચા કરવામાં આવી ચુકી છે. મણિકર્ણિકા મારફતે ડેબ્યુ કરવા જઇ રહેલી અંકિતાની ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવી હતી. ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા કંગનાના ચાહકોમાં દેખાઇ રહી છે.  કંગના રાણાવત ક્વીન તરીકે બોલિવુડમાં ગણાય છે.

Share This Article