500 વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રી રામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજી રહ્યા હોય. ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતવર્ષ સહિત સમગ્ર દુનિયાના કરોડો હિંદુ માટે એ ધન્ય ઘડી આવી ગઈ છે જ્યારે તેનો રામલ્લા મંદિરમાં પ્રસ્થાપિત થાય. જે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૨-૦૧-૨૦૨૪ ના રોજ ભવ્યાતિભવ્ય રીતે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે આધ્યામિક ચેતના સાથે સામાજીક અને રાષ્ટ્રચેતનાની ભાવનાને ઉજાગર કરવા વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા અખંડ રામધૂન અને રામ ભગવાનના ભજનનું આયોજન કરેલ છે. દરેક ભજન મંડળો, ટ્રસ્ટી પરિવાર, સંગઠનના ભાઈઓ અને બહેનો અને ધર્મપ્રેમી સર્વે ભાવિક-ભક્તોને પધારવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. અખંડ રામધૂન 22 જાન્યુઆરી ૨૦૨૪ને સોમવારે સવારે ૯-૦૦ થી સાંજે ૬-૦૦ કલાક વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે યોજાશે. સાથો સાથ રામભક્તો માટે બપોરે અને સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

