અંજલી પ્રિયા કાસ્ટિંગ ડાયરેક્ટરમાંથી અભિનેત્રી બની છે. તે ડેબલરની અસલ વ્યાખ્યા છે અને સમય અન યુગ સાથે દરેક નાગરિકોમાં કમસેકમ ૨-૩ કુશળતા હોવી જોઈએ, જે ઉપયોગ કરો કે નહીં કરો તો પણ શીખવી જરૂરી છે. મૈ ભી અર્ધાંગિનીની અભિનેત્રીના વ્યક્તિત્વના અલગ અલગ ચહેરા છે, જે તેના દરેક અંદાઝને ખાસ બનાવે છે. અંજલી તાલીમબદ્ધ કથક ડાન્સર છે. ઉપરાંત તે શૂટ્સ વચ્ચે બેલી ડાન્સિંગ મુવ્ઝ પણ શીખી રહી છે. તેને ભગવાનની દેણ મળી નહીં હોવા છતાં ગાવાનું પણ ગમે છે. આમ છતાં તે ગાવાની વાત આવે ત્યારે બિલકુલ સંકોચ કરતી નથી. અંજલીએ માર્શલ આર્ટસમાં અમુક બેઝિક ટ્રેનિંગ લીધી છે અને તલવારબાજીમાં પણ અમુક પાઠ ભણ્યા છે. તેને ફુરસદના સમયમાં ડૂડલિંગ કરવાનું ગમે છે.
વાસ્તવમાં મૈ ભી અર્ધાંગિનીના હાલની વારતામાં ચિત્રા (અંજલી પ્રિયા)ની સર્વગુણ સંપન્ન ખૂબીઓને આલેખિત કરવામાં આવી રહી છે, જે અંજલીના અસલ જીવનના વ્યક્તિત્વ સાથે સામ્યતા ધરાવે છે. ઘણા લોકો એવું માનશે કે ઘણી બધી બાબતો પર કેન્દ્રિત કરવું તે આર્થિક રીતે સુચારુ મજબૂતીને બદલે કમજોરી છે, પરંતુ અંજલી એવું માનતી નથી. તે તહે છે, તમારી પાસે એક જીવન છે, આથી તમને ગમે તે બધું જ કેમ નહીં અજમાવવું જોઈએ અને તમને ગમે તે બધું શીખવું કેમ નહીં જોઈએ, પછી તે ડાન્સ હોય, નવીન કુશળતા હોય કે નવા પ્રવાહમાં હોય તેવું કશું પણ હોય.
આ અભિનેત્રી ક્રિયાત્મક રીતે ખોજ કરી શકે એવી ઘણી બધી બાબતો ધરાવે છે અને દરેક વખતે તે નવું નવું શીખે છે પછી તેની યાદીમાંથી તેને છેકી નાખે છે. અંજલી વર્ષમાં બે મહિના રજા લે છે, જ્યારે નવું નવું અને રોમાંચક શીખવાનું શરૂ કરે છે. તે ઉમેરે છે, જીવનમાં મુક્ત રહો અને અલગ અલગ કરો. આ રીતે તમે ઘણું બધું શીખશો અને જીવન વધુ રોમાંચક બની જશે.
કોઈકે સાચું જ કહ્યું છે- ભવિષ્ય તેમનું જ છે જેઓ વધુ કુશળતાઓ ધરાવે છે અને તેમને ક્રિયાત્મક રીતે જોડે છે. અંજલી, બહુ લાંબી મજલ મારશે એમ લાગે છે.