વિશ્વની સૌથી લોકપ્રિય સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવનાર સ્ટાર અભિનેત્રી જેનિફર એનિસ્ટને હવે એવા અહેવાલને રદિયો આપ્યો છે કે તે સગર્ભા છે. તેનુ કહેવુ છે કે તે આ પ્રકારના પાયાવગરના હેવાલને કારણે પરેશાન છે. તેનુ કહેવુ છે કે મિડિયામાં છેલ્લા કેટલાક સમયથી પ્રકાશિત થઇ રહેલા અહેવાલ પાયાવગર છે. આ હેવાલનોમાં કોઇ વાસ્તવિકતા નથી. તેનુ કહેવુ છે કે મિડિયામાં સતત અહેવાલ આવ્યા બાદ તેને આખરે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. સ્ટાર અભિનેત્રી જેનિફર એનિસ્ટનના થોડાક દિવસ પહેલા કેટલાક ફોટો પ્રકાશિત કરવામાંઆવ્યા હતા.
તેના પતિ જસ્ટીન થેરોક્સની સાથે તેના કેટલાક ફોટો પાડી લેવામાં આવ્યા હતા. એ વખતે બન્ને વેકેશન માણી રહ્યા હતા. તે બહામાસમાં વેકેશન પર હતી ત્યારે ફોટોગ્રાફરો દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. એ વખતે કેટલાક ફોટો પાડવામાં આવ્યા હતા. જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે તે હાલમાં સગર્ભા છે. જેનિફર એનિસ્ટને કબુલાત કરતા કહ્યુ છે કે મહિલા કોઇ પણ રીતે સંપૂર્ણ છે.
તમામ હોલિવુડ ચાહકો સારી રીતે જાણે છે કે જેનિફર એનિસ્ટનના વિતેલા વર્ષોમાં કેટલાક ટોપના કલાકારો સાથે સંબંધ રહી ચુક્યા છે. જેમાં હોલિવુડ સ્ટાર બ્રાડ પીટનો સમાવેશ થાય છે. બ્રાડ પીટ સાથે તેના સંબંધોનો એ વખતે અંત આવ્યો હતો જ્યારે એન્જેલિના જોલી બ્રાડ પીટની લાઇફમાં આવી ગઇ હતી. જો કે આજે પણ બ્રાડ પીટ સાથે તેની મિત્રતા જાણીતી રહી છે. આ ઉપરાંત અન્ય પુરૂષો સાથે તેના સંબંધની પણ ભારે ચર્ચા રહી હતી. હાલમાં તેની પાસે કોઇ પ્રોજેક્ટ અથવા તો ટીવી સિરિયલ હાથમાં છે કે કેમ તે અંગે માહિતી આપવાનો જેનિફર એનિસ્ટને ઇન્કાર કર્યો છે. જોકે જેનિફર એનિસ્ટન આજે પણ સૌથી ટોપની સ્ટાર સેલિબ્રિટીમાં સ્થાન ધરાવે છે.