અમદાવાદ : ભારતની અગ્રણી આઈસક્રીમ બ્રાન્ડ અને દક્ષિણ કોરિયન સમૂહ લોટ્ટે કન્ફેક્શનરીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી હેવમોરે તેના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અનિંદ્ય દત્તાની નિયુક્તિની જાહેરાત કરી છે. તેઓ ડિસેમ્બર ૨૦૧૭માં હેવમોર આઈસક્રીમ લોટ્ટેએ હસ્તગત કર્યા પછીના પ્રથમ એમડી છે. અનિંદ્ય ભારતમાં વેપાર પહોંચ વિસ્તારવાના લોટ્ટેના ધ્યેયને આગળ લઈ જવા પર ભાર આપશે. તેમનો ધ્યેય વારસાનો લાભ લેવા સાથે હેવમોર આઈસક્રીમ શ્રેણીમાં ધરાવે છે કે શ્રેણી નિપુણતા અને બ્રાન્ડ ઈક્વિટીનો લાભ લેતાં વેપારને રાષ્ટ્રીય આગેવાની સ્થાને ઝડપથી લઈ જવાનો અને બીજી બાજુ અન્ય શ્રેણીઓમાં મૂલ્યાંકન કરવાનો અને મજબૂત વિસ્તરણ કરવાનો રહેશે.
નવા મેનેજીંગ ડિરેકટર અનિંદ્યને વેપાર ક્ષિતિજોમાં ખાદ્ય ઉદ્યોગમાં ૨૦ વર્ષનો આગેવાનીનો અનુભવ છે અને શ્રેણીઓમાં બેકરી, ડેરી અને કન્ફેકશનરીનો સમાવેશ થાય છે. હેવમોરમાં જોડાવા પૂર્વે તેઓ છેલ્લાં ૧૭ વર્ષથી બ્રિટાનિયામાં સેલ્સ, માર્કેટિંગ, વ્યૂહરચના અને પીએન્ડએલ મેનેજમેન્ટમાં પ્રભાવ વધારવાની ભૂમિકામાં હતા. ભૂતકાળમાં બ્રિટાનિયામાં તેમણે ડેરી અને બ્રેડ વેપારમાં આગેવાની કરી હતી અને હાલમાં તેમણે ઈન્ટરનેશનલ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે બ્રિટાનિયાના આંતરરાષ્ટ્રીય વિસ્તરણની આગેવાની કરી હતી. હેવમોર આઈસક્રીમ હવે લોટ્ટે કન્ફેશનરી લિ.નો હિસ્સો છે, જે ભારતમાં સૌથી વિશાળ આઈસક્રીમ બ્રાન્ડ્સમાંથી એક છે.
અસ્તિત્વના સેંકડો વર્ષથી બ્રાન્ડે હંમેશાં બાબતોને અસલ રાખતાં તેના ગ્રાહકોને અનોખી પ્રોડક્ટ પ્રદાન કરવા માટે અથાગ પ્રયાસ કર્યા છે. તેની છેલ્લી કેમ્પેઈનમાં બ્રાન્ડે ધ કૂલ ગાઈઝ (ગાય) રજૂ કરી હતી અને પોતાને આઈસક્રીમ મેડ ઓફ મિલ્ક તરીકે સ્થાપિત કરી હતી, જે મુખ્ય બ્રાન્ડ ફિલોસોફી અને બ્રાન્ડ હંમેશાં જેને માટે ઓળખાય છે તે પ્રદર્શિત કરે છે. છેલ્લા દાયકામાં હેવમોરની દસ ગણી વૃદ્ધિ થઈ છે, જે મજબૂત બ્રાન્ડ હાજરી સ્થાપિત કરે છે અને દેશની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી, અત્યંત વહાલી આઈસક્રીમ બ્રાન્ડમાંથી એક તરીકે ઊભરી આવી છે. ૪૦,૦૦૦ આઈસક્રીમ આઉટલેટ્સ અને ફ્રેન્ચાઈઝી પાર્લર મોડેલોના નેટવર્ક સાથે કામગીરી કરનારી જૂજ બ્રાન્ડ્સમાંથી તે એક છે. હાલમાં તે દેશભરમાં ૨૫૦થી વધુ ફ્લેગશિપ આઈસક્રીમ પાર્લર ચલાવે છે, જેમાં ૨૦૨૦ સુધી કમસેકમ ૧૦૦ વધ ઉમેરવાનું લક્ષ્ય છે.