આજકાલ સમાચાર મેં રહેવા અને ચર્ચા માં સ્થાન પામવા માટે રાજકારણીઓ અનેક વિવાદાસ્પદ વક્તવ્ય કે બયાન આપતા હોય છે. સામાન્ય રીતે તેઓ વિપક્ષ ઉપર પ્રહાર કરવા અને ઉશ્કેરવા માટે આવી સ્ટ્રેટેજીનો પણ ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણીવાર તેઓ વ્યક્તિગત થઇ અને સામેવાળા ની ગરિમા ને ઇજા પહોંચાડે તેવું કહી બેસતા હોય છે.
આવીજ એક ઘટના ચંદીગઢ ખાતે ઘટી હતી. હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી શ્રી અનિલ વીજ પોતાના વિવાદાસ્પદ બયાનબાજી માટે જાણીતા છે, તાજેતરમાંજ ચંદીગઢ ખાતે તેવુંજ એક વિવાદાસ્પદ બયાન આપતા તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ની સરખામણી નીપાહ વાઇરસ જોડે કરી હતી. તેઓએ કહ્યું હતું કે જેમ નીપહ વાઇરસ જઈને લાગે તેઓ ખલાસ થઇ જાય છે તેમ રાહુલ ગાંધી ચૂંટણી દરમિયાન જેઓની સાથે જોડાય છે તેઓ પણ સમાપ્ત થઇ જાય છે.
રાજકારણ માં આવા વિવાદાસ્પદ બયાન આપવાના અભિગમ પ્રત્યે હરિયાણા મિનિસ્ટર અનિલ વીજ મીડિયા માં ખુબજ જાણીતા છે, તેઓ એ ભૂતકાળ માં તાજ મહેલ ને પણ એક સુંદર કબ્રસ્તાન કહિને સંબોધ્યો હતો.