મુંબઇ: ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ હવે પુર્ણાહુતિના આરે છે. ફિલ્મમાં અનિલ કપુર અને સોનમ કપુરની ભૂમિકા છે. ફિલ્મ પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ નામ એક લડકી કો દેખા તો એસા લગા રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી ચોપડા નિર્દેશન કરી રહી છે. આ સંબંધમાં વાત કરતા વિધુ વિનોદ ચોપડાએ વિગત આપતા કહ્યુ છે કે આ એક ખુબ મોટી બાબત છે. તે આને લઇને ખુબ ઉત્સાહિત છે. અનિલ કપુરની સાથે ફિલ્મને લઇને તેઓ પહેલાથી જ આશાવાદી હતા. અનિલ કપુર અને સોનમ એક સાથે કામ કરી રહ્યા છે.
અનિલ કપુર તો વિતેલા વર્ષોમાં સુપર સ્ટાર તરીકે હતો. તેની બોલબાલા સમગ્ર ભારતમાં જાવા મળી હતી. તે વિતેલા વર્ષોમાં રામ લખન, કર્મા, ઇશ્વર જેવી અનેક ફિલ્મ કરી ચુક્યો છે. બીજી બાજુ સોનમ કપુર હાલમાં યુવા પેઢીમાં લોકપ્રિય અભિનેત્રી છે. સોનમ કપુર અને અનિલ કપુરની ફિલ્મને લઇને હજુ સુધી નામનની જાહેરાત કરવામાં આવી હતી. સોનમ કપુર બોલિવુડમાં મોડલિંગને લઇને પણ લોકપ્રિય રહી છે. સોનમ કપુરે બોલિવુડ કેરિયરની શરૂઆત સાવરિયા મારફતે કરી હતી.
આ ફિલ્મ મારફતે જ રણબીરે પણ પોતાની કેરિયર શરૂ કરી હતી. સોનમ કપુરને આખરે પિતા અનિલ કપુર સાથે ફિમ મળતા તે ગર્વ અનુભવ કરી રહી છે. તેનુ કહેવુ છે કે પિતા સાથે તે કામ કરીને ખુશ છે. ફિમમાં તેની સાથે રાજકુમાર રાવની પણ મુખ્ય ભૂમિકા રહેલી છે. ફિલ્મને લઇને ઝડપથી છેલ્લા તબક્કાનુ કામ ચાલી રહ્યુ છે. ફિલ્મ નિર્માણની પ્રક્રિયા થોડીક જ બાકી છે.