જોલી પોતાના બાળક મોટા થયા બાદ ફરીવખત સક્રિય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : હોલિવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રી અને વિશ્વની સૌથી મોટી સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવતી ખુબસુરત એન્જેલિના જોલી હવે બાળકો મોટા થયા બાદ પોતાના જુદા જુદા સામાજિક કાર્યોમાં ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. બાળકો પોતાની જવાબદારી સમજવા લાગી ગયા છે. જેથી જોલી બાળકો પર હવે ઓછુ ધ્યાન આપી રહી છે. પોતાના કામો પર ફરી ધ્યાન આપી રહી છે. બાળકો મોટા થતા તેની જવાબદારી હવે હળવી થઇ ગઇ છે. સુપરસ્ટાર અભિનેત્રીઅ હાલમાં પ્રથમ વખત કબુલાત કરી છે કે અભિનેતા બ્રાડ પીટ સાથે સંબંધો તુટી ગયા બાદ તે બિલકુલ ખુશ  ન હતી.

રિપોર્ટની વાત માનવામાં આવે તો એન્જેલિના જોલીએ હાલમાં જ એક અગ્રણી અગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં આ મુજબની વાત કરી હતી. તેને કબુલાત કરતા કહ્યુ છે કે તે એકલાપણાથી ખુશ ન હતી.  તે બ્રાડ પીટ સાથ ક્યારેય છુટાછેડા લેવા માટે તૈયાર ન હતી.  સમાચાર પત્ર સિડની મો‹નગ હેરાલ્ડની સાથે એક ઇન્ટરવ્યુમાં જોલીએ કહ્યુ છે કે તે છેલ્લા કેટલાક સમયનો ગાળો પોતાના બાળકોની કાળજીમાં ગાળ્યો છે. બ્રાડ પીટ અને જોલીએ વર્ષ ૨૦૦૪થી સાથે રહેતા હતા.

તેમના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. તેમના છ બાળકો છે. જેમાં દત્તક લીધેલા બાળકો સામેલ છે. જોલી અને બ્રાડ પીટની જોડીને હોલિવુડમાં સૌથી લોકપ્રિય જોડી તરીકે ગણવામાં આવતી હતી. માત્ર બોલિવુડમા જ નહી બલ્કે બલ્કે હોલિવુડ અને સમગ્ર ચાહકોમાં આ જોડી ખુબ આદર્શ બની ગઇ હતી. એન્જેલિના જોડી હોલિવુડમાં હવે ખુબ ઓછી ફિલ્મ હાલમાં કરી રહી છે. તે સામાજિક કાર્યો સાથે હવે સંયુક્ત રાષ્ટ્‌ સાથે જોડાઇ ગઇ છે. જા કે ફિલ્મના નિર્માણનાક્ષેત્રમાં તે આગેકુચ કરી ગઇ છે.

Share This Article