આંધ્રપ્રેદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડી કોંગ્રેસ ફરી એક વાર કોંગ્રેસમાં પાછા વળ્યા છે. ચાર વર્ષ પહેલા કિરણ રેડ્ડીએ તેમની પોતાની પાર્ટી બનાવી હતી. 2018માં જ્યારે તે કોંગ્રેસમાં પાછા ફર્યા છે, ત્યારે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂતી મળી શકે તેમ છે.
તમને જણાવી દઇએ કે, કિરણ કુમાર રેડ્ડીએ 2014માં જય સમક્યા આંધ્ર પાર્ટી બનાવી હતી. હવે ફરી એક વાર તે કોંગ્રેસની સાથે છે. કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પહેલા કિરણ રેડ્ડી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસ પર જઇને તેમને મળ્યા હતા.
કિરણ કુમારે કહ્યુ હતુ કે, કોંગ્રેસમાં ફરી એક વાર જોડાયા બાદ તે ખુશ છે. તેમણે રાજીનામુ આપ્યુ હતુ પરંતુ તે પાર્ટીથી ક્યારેય દુર નહોતા થયા. વધુમાં કહ્યુ હતુ કે કિરણ કુમાર રેડ્ડી અને તેમના પરિવારને કોંગ્રેસ થકી જ ઓળખાણ મળી છે. જેને તે ક્યારેય નહી ભૂલી શકે. રાજનૈતિક ઓળખાણ અપાવનાર પાર્ટી સાથે તે ક્યારેય છેડો નહી ફાડી શકે તેમ કહ્યું હતુ.