આંધ્રપ્રદેશશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઇ રહી છે. આવી સ્થિતીમાં સત્તારૂઢ તેલેગુ દેશમ પાર્ટી (ટીડીપી)ની સામે કેટલાક નવા પડકારો છે. એકબાજુ તેની સાથે સૌથી મોટો પડકાર તો રાજ્યમાં તેની સત્તા જાળવી રાખવા માટેનો છે. બીજી બાજુ લોકસભાની ૨૫ સીટો પર આ વખતે એકલા હાથે ટક્કર લેવાની ફરજ પડી શકે છે. પહેલા ભાજપ અને ત્યારબાદ કોંગ્રેસ સાથે તેમના ગઠબંધન તુટી ચુક્યા છે. આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતી વધારે મજબુત નથી. જેથી તેમની સામે પડકારો વધારે છે. અહીં ટીડીપીની સામે સૌથી મોટો પડકાર તો આવએસઆર કોંગ્રેસે પાર્ટી છે.
આ પાર્ટીને ટીઆરએસ અને ઔવેસીની પાર્ટી મદદ કરી રહી છે. આના બદલામાં જગન મોહન રેડ્ડી તેલંગણામાં પોતાના ઉમેદવાર ઉભા કરનાર નથી. વાયએસઆર કોંગ્રેસના નેતા જગન મોહન રેડ્ડી દ્વારા આક્રમક ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યા બાદ તેમના હરિફોની ચિંતા વધી ગઇ છે. રેડ્ડીની લોકપ્રિયતા હાલના વર્ષોમાં જારદાર રીતે વધી છે. જગન મોહન રેડ્ડીએ હાલમાં ત્રણ હજાર કિલોમીટરની યાત્રા કરી ચુક્યા છે. જેમાં ૧૨૫ વિધાનસભા ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ ચન્દ્રબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડીની લોકપ્રિયતાનો તોડ કાઢવા માટે આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જા આપવા માટેની માંગ ઉઠાવી હતી. નાયડુએ આ માંગ જારદાર રીતે ઉઠાવીને કેન્દ્રમાં ભાજપ સાથે છેડો ફાડી લીધો હતો. તેલુગુ અભિનેતા પવન કલ્યાણ પણ ચૂંટણીમાં ભાગ્ય અજમાવી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં સત્તાના ઉંંટ કઇ દિશામાં બેસશે તેને લઇને હાલમાં જારદાર ચર્ચા જારી છે.
પવન કલ્યાણની જનસેના પાર્ટીને કેટલી સીટો મળે છે તે બાબત પણ ઉપયોગી સાબિત થનાર છે. ટીડીપી પર આ વખતે ગંભીર પ્રકારના આરોપો મુકવામાં આવી રહ્યા છે. આ પાર્ટી પર આરોપો છે કે લાખો મતદારોના નામ લિસ્ટમાંથી દુર કરી દેવામાં આવ્યા છે. તેના પર એવો આરોપ પણ થઇ રહ્યા છે કે હૈદરાબાદની એક કંપની દ્વારા વ્યÂક્તગત તેમજ આધાર વોટર આઇડી સંબંધી માહિતી સરકાર પાસેથી ગેરકાયદે રીતે મેળવી લીધી છે. આ સંબંધમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. વાયએસઆર કોંગ્રેસ પાર્ટી ચન્દ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર લોકેશ પર પોતાની પાર્ટીને ચૂંટણી લાભ પહોંચાડી દેવા માટે સરકારી ડેટા ચોરી કરવાના આરોપો મુકી રહી છે. ડેટા ચોરીનો મુદ્દો લોકસભા ચૂંટણીમાં જોરદાર રીતે ચમકી શકે છે.
આંધ્રપ્રદેશમાં વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ટીડીપીને ૧૫ સીટો મળી હતી. ભારતીય જનતા પાર્ટીને બે સીટો મળી હતી. આવી જ રીતે વાયએસઆરસીપીને આઠ સીટો મળી હતી. જાણકાર રાજકીય પંડિતો માની રહ્યા છે કે આ વખતે આંધ્રપ્રદેશમાં મુખ્ય ટક્કર તો ટીડીપી અને જગન મોહન રેડ્ડીની પાર્ટી વચ્ચે થનાર છે. ચન્દ્રબાબુ નાયડુને પણ આ વખતે છેલ્લી ચૂંટણીની તુલનામાં નુકસાન થશે. કારણ કે લોકસભા ચૂંટણી સાથે થઇ રહી છે. નાયડુએ ભાજપ સાથે છેડો ફાડી લીધા બાદ તેની કિંમત ચુકવવાની ફરજ પડી શકે છે. આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતી કમજાર છે
પરંતુ કેન્દ્રમાં મોદીની લોકપ્રિયતા અને લોકભા ચૂંટણી સાથે હોવાના કારણે કેન્દ્રીય નેતાગીરીનો મુદ્દો પણ સપાટી પર આવનાર છે. લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે.