હું યુવા મોરચામાં સામેલ હતો ત્યારે ડો.સાહેબના આશીર્વાદ મળ્યા હતા અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહી મળતા ધન્યતા અનુભવું છું. – રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, મુખ્યમત્રીશ્રી ભુપેન્દ્રભાઈ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ, અને પુરુષોત્તમ રૂપાલાજી તેમજ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી, પુર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ ગવર્નરશ્રી વજુભાઈ વાળા, વગેરે સાથે પાર્ટી ના વિકાસમાં ભૂતકાળમાં કરેલા કામો  યાદ કરી સંસ્મરણો તાજા  કર્યા હતા, શ્રી જે.પી. નડ્ડાજી એ હિમાચલ પ્રદેશમાં મેડિકલ કોલેજની માન્યતા માટે ડૉ. એ. કે. પટેલ સાહેબના ઘરે  1998માં   મળીને  રજુઆત કરી હતી તો મેડિકલ કોલેજ મંજૂર કરવામાં અગ્રગણ્ય ભૂમિકા ભજવી હતી તે યાદ કરી સી.આર. પાટીલને વાત કરતા કહ્યું હતું કે હું યુવા મોરચામાં સામેલ હતો ત્યારે ડો.સાહેબના આશીર્વાદ મળ્યા હતા અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહી મળતા ધન્યતા અનુભવું છું. ગુજરાતના સાંસદો દર્શનાબેન જરદોશ, રંજનબેન ભટ્ટ, પૂનમ માંડમ, જુગલજી ઠાકોર, દીપસિંહ, વગેરેએ ડૉ. એ. કે. પટેલ સાહેબના આશીર્વાદ લીધા હતા.

Share This Article