અમદાવાદમાં “Anchors meetup 3.૦”નું ભવ્ય આયોજન, ગુજરાતભરના 66 એન્કર્સે ઉપસ્થિત રહ્યાં

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદમાં “Anchors meetup 3.૦”નું ભવ્ય આયોજન, ગુજરાતભરના 66 એન્કર્સે ઉપસ્થિત રહ્યાં

“Anchors meetup 3.0” grandly organized in Ahmedabad, 66 anchors from all over Gujarat attended

Anchors meetup 3.0, Ahmedabad,

અમદાવાદ : પાવરપેક એન્કર્સ દ્વારા “Anchors Meetup 3.0”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ ફાઉન્ડર એન્કર આકાશ, એન્કર રાહુલ અને એન્કર નિલયે સંભાળ્યું હતું. જેમનું માનવું છે કે “આજનો સમય એકબીજા સાથે સ્પર્ધાનો નથી પણ સહયોગનો છે.”

ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવેલા 66 જેટલા એન્કર્સે આ મીટિંગમાં ભાગ લઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સાંજનું સંચાલન જાણીતા હોસ્ટ એન્કર એકતા અને એન્કર રવિન્દ્ર ચૌહાણે કર્યું, જ્યારે ઇવેન્ટના સુંદર ક્ષણોને ફોટોગ્રાફર/વિડિયોગ્રાફર તરીકે યુક્તિ ઠક્કરે કેદ કર્યા.

ઇવેન્ટને વધુ રંગીન બનાવવા DJ Bony અને Jay Patniએ મ્યુઝિકલ એનર્જી આપી હતી, જ્યારે સુરક્ષાની જવાબદારી Escort Intelligence એ સંભાળી હતી. ઈવેન્ટ ને જાણીતી ઈવેન્ટ કંપની HASTMELAP WEDDINGS એ સપોર્ટ આપ્યો હતો.

આ આયોજનને સફળ બનાવવા માટે એન્કર સચિને ગ્રાફિક્સ સાંભળ્યા તેમજ એન્કર માનસી, એન્કર નિષ્ઠા , એન્કર રોનક , એન્કર નંદિની અને એન્કર મેઘા જેવી સપોર્ટિંગ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

આ MEETUP નો મુખ્ય હેતુ CONNECT, UNITE, COLLABORATE નો હતો.

Share This Article