કેન્સર રોગને લઇને કેટલીક પ્રકારની સારવાર કરવામાં આવે છે. કેન્સર કોઇ દર્દીને છે કે કેમ તેના માટે પણ કેટલાક પ્રકારના ટેસ્ટ જુદા જુદા કરવામાં આવે છે. રોગન ઓળખ માટે કોશિકાના નમુના લેવામાં આવે છે. પૈંપ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ હેઠળ મહિલાઓમાં સર્વિક્સ (ગર્ભાશય) કેન્સરની તપાસ માટે સંબંધિત હિસ્સામાંથી કોશિકા લઇને કેન્સર સેલન ઓળખ કરવામાં આવે છે. મેમોગ્રામ આ ખાસ પ્રકારના ટેસ્ટ છે. આ ટેસ્ટ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની ઓળખ કરે છે. એમઆરઆઇ મારફતે પણ ટેસ્ટ કરવામાં આવે છે. માથાના , હાડકાના કેન્સરને જાણવા માટે આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. આના કારણે ટ્યુમરને લઇને પાકી માહિતી મળે છે. આ પ્રકારના ટેસ્ટથી શરીરના અન્દરના હિસ્સાના ચિત્ર તૈયાર કરવામાં આવે છે.
સીબીસી પણ એક પ્રકારના મોટા ટેસ્ટ તરીકે છે. આને કંપ્લીટ બ્લડ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આ ટેસ્ટના કારમે બ્લડ કેન્સર અને સંબંધિત લોહીની તકલીફોને સારી રીતે જાણી લેવામાં આવે છે. આવી જ રીતે વારસાગત કેન્રની ઓળખ કરવા માટે સ્વસ્થ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે. જીન્સ મ્યુટેશનની માહિતી એકત્રિત કરવામાં આવે છે. કેન્સરની તકલીફને રોકવા માટે પણ કેટલાક અસરકારક પગલા છે. નિયમિત વોકિંગ કરવાથી ફાયદો થાય છે. શારરિક રીતે સક્રિય રહેવાની જરૂર છે.
વજનને નિયંત્રિત રાખીને બ્રેસ્ટ, કોલોન અને અન્ય કેન્સરથી બચી શકાય છે. લાંબા સમય સુધી સામાન્ય કરતા વધારે વજન પણ યોગ્ય નથી. અનિયમિત દરરોજની લાઇફસ્ટાઇલથી પણ ખતરો રહે છે. દરરોજ ૬૦-૯૦ મિનિટ સુધી કસરત કરવામાં આવે તો ખુબ ફાયદો રહે છે. જેમાં વોક, બ્રિસ્ક, વોક, સાયક્લલિંગ, Âસ્વમીંગનો સમાવેશ થાય છે. ભોજનને બીજી વખત ગરમ કરીને ખાવાની ટેવ રાખવી જાઇએ નહીં. ભોજનમાં ટામેટા, લસણ, લિમ્બુ અને કઠોળનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. રેડ મિટ, કુકીજ, ફ્રેન્ચ ફ્રાઇઝ જેવી ચીજા ટાળવી જાઇએ.